આલુ ચટપટા નાન

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે..

આલુ ચટપટા નાન

#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪-૫
  1. નાન બનાવવા માટે:
  2. ૧ કપ મેંદો
  3. ૧/૨ કપ દહી
  4. ૧ ચમચી ખાંડ
  5. ૧ ચમચી મીઠું
  6. ૧/૪ ચમચી બેકિંગ પાવડર
  7. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  8. ૧ ચમચી તેલ
  9. ટિક્કી બનાવવા માટે:
  10. ૫-૬ બાફેલા બટાકા
  11. ૧/૪ કપ વટાણા
  12. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  13. ૨ ચમચી તેલ
  14. ૨ ચમચી ચોખા નો લોટ
  15. ૨ ચમચી લીલી ચટણી
  16. ૧ ચમચી આમચૂર પાઉડર
  17. ૧/૨ ચમચી ગરમ મસાલો
  18. ૧/૨ ચમચી જીરૂ પાવડર
  19. ૧ ચમચી લાલ મરચું પાવડર
  20. ૪ ચમચી કોર્ન ફ્લોર+મેંદો સરખા ભાગે
  21. ૧ કપ બ્રેડ નો ભુક્કો
  22. તેલ તળવા માટે
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. સોસ બનાવવા માટે:
  25. ૩-૪ ચમચી મ્યાઓની
  26. ૧ ચમચી ટોમેટો સોસ
  27. ૨ ચમચી ચિલી સોસ
  28. સવૅ કરવા માટે
  29. બટર
  30. ૨ ડુંગળી કાપેલી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ૧ કપ મેંદો લઈ લો.ત્યારબાદ તેમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,તેલ, ખાંડ અને દહીં નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરો.ત્યારબાદ તેમાં ૧ ચમચી જીરૂ અને આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.હવે તેમાં વટાણા અને ચોખા નો લોટ ઉમેરી ૨-૩ મિનિટ સાંતળો.

  3. 3

    હવે તેમાં ૨ ચમચી લીલી ચટણી ઉમેરી હજી ૨ મિનિટ સુધી થવા દો.ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ઘાણા જીરું નાખો.હવે બાફેલા બટાકા નો માવો નાખી બધું બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે લોટમાંથી એક લુવો લઈને નાન બનાવી કાચી-પાકી સેકી લો.બધી નાન આ રીતે બનાવી લો.

  5. 5

    હવે ટિક્કી બનાવવા માટે બનાવેલા મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ ગોળ નાની ટિક્કી બનાવી લઈએ.બીજી તરફ એક બાઉલમાં મેંદો અને કોનૅ ફ્લોર લઈ સ્લરી બનાવી લેવી.

  6. 6

    હવે ટિક્કી ને આ સ્લરી માં ડુબાડી બ્રેડ ના ભુક્કા માં મિક્સ કરી સેલો ફ્રાય કરો.બધી ટિક્કી આ રીતે બનાવી લેવી.

  7. 7

    હવે ૩-૪ મોટી ચમચી મ્યાઓની માં ૨ ચમચી ચિલી સોસ અને ૧ ચમચી ટોમેટો સોસ ઉમેરી મિક્સ કરી લો.હવે બનાવેલી નાન લઈ તેના પર મ્યાઓનીસ લગાવી થોડી ડુંગળી સ્પેડ કરો.

  8. 8

    હવે તેના પર ટિક્કી રાખી બંધ કરીને ગ્રીલર મશીન માં બટર લગાવી ૨-૩ મિનિટ થ‌વા દો.તો રેડી છે... આલુ ચટપટા નાન...... ગરમા ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes