ખજૂર-વોલનટ ખીર

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day7
ચોખા ની ખીર ની એક નવી નવીનતમ ફેલવર ની વાનગી.
બ્રાઉનિશ કલર ની ખજૂર-વોલનટ (અખરોટ)ની સ્વાદ વાળી હેલ્થી સ્વાદિષ્ટ ખીર.

ખજૂર-વોલનટ ખીર

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day7
ચોખા ની ખીર ની એક નવી નવીનતમ ફેલવર ની વાનગી.
બ્રાઉનિશ કલર ની ખજૂર-વોલનટ (અખરોટ)ની સ્વાદ વાળી હેલ્થી સ્વાદિષ્ટ ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬૦૦ મી.લી. દૂઘ
  2. ૫૦ ગ્રામ બાસમતી ચોખા
  3. ૫૦ ગ્રામ ખાંડ
  4. ૪-૫ ખજૂર
  5. ૧/૪ કપ રોસ્ટેડ અખરોટ ના ટુકડા
  6. ૧ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર
  7. અખરોટ - પિસ્તાની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને ઘોઈ અને પાણી માં ૨ કલાક સુધી પલાળી રાખો. બે કલાક પછી પલાળેલા ઓખા નું પાણી નિતારી ને મિક્સર માં ઝીણું ક્રશ કરી લો.

  2. 2

    ખજૂર ને ઘોઇ અને ગરમ પાણી માં ૧/૨ કલાક પલાળી રાખો.પછી પાણી સાથે ગેસ પર ઉકાળવા મુકો.નરમ પડે એટલે પાણી નિતારી ને મિક્સર માં પેસ્ટ બનાવી લો.

  3. 3

    દૂધને જાડા તળિયા વાળી કઢાઈમાં ઉકળવા મુકો.દૂઘ ઉકળે એટલે ચોખાની પેસ્ટ ઉમેરવી અને મિશ્રણને હલાવતા રહેવું.દૂઘ- ચોખા નું મિશ્રણ ઊકળીને અડધું થાય એટલે તેમાં ખજૂરની પેસ્ટ અને ખાંડ ઉમેરો.

  4. 4

    ૮-૧૦ મિનિટમાં ખીર ઘટ્ટ થવા લાગે ત્યારે એમાં રોસ્ટેડ વોલનટ (અખરોટ) ના ટુકડા, ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરો.

  5. 5

    ખીરને પીરસતી વખતે ખજૂર નાં ઝીણા ટુકડા, અખરોટ અને પિસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરો. ખજૂર-વોલનટ ખીર નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes