રસ મલાઈ (rasmalai recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રસ મલાઈ ની રબડી માટે:-
  2. 500મિલી ફૂલ ફેટ દૂધ
  3. ૩ ચમચીખાંડ
  4. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. ૩ ચમચીકાજુ બદામ પિસ્તાની કતરણ
  6. ચપટીયેલો ફૂડ કલર
  7. રસમલાઇ બનાવવા માટે-
  8. પનીર માટે
  9. લીટર દૂધ
  10. લીંબુનો રસ
  11. 1 ચમચીમેંદો
  12. ચાસણી માટે:-
  13. ૩૦૦ ગ્રામ ખાંડ
  14. 1લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રસ મલાઈ માટે રબડી બનાવી તે માટે એક તપેલીમાં 500 મિલી દૂધ લઈ તેને ગેસ પર ઉકાળવુ દૂધ ઊકળી જાય એટલે તેમાં ખાંડ નાખવી કાજુ બદામ પિસ્તાની કતરણ કરવી

  2. 2

    દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યાર પછી તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખવી ચપટી યેલો ફૂડ કલરપાણીમાં ઘોળીને નાખો પછી તેમાં ઇલાયચી પાઉડર નાખવો દૂધને ઉકાળીને ઘટ્ટ થવા દેવું

  3. 3

    રસ મલાઈ માટેની રબડી તૈયાર છે હવે ગેસ બંધ કરી દેવો રબડી ઠંડી થવા દેવી તેને બાઉલમાં કાઢી લેવી

  4. 4

    હવે રસમલાઇ બનાવવા માટે સૌ પ્રથમ પનીર બનાવવું પડશે તેના માટે એક તપેલીમાં એક લીટર દૂધ લઈ તેને ગેસ પર ઉકાળવા મૂકવું એક લીંબુનો રસ કાઢવો તેમાં એટલું જ પાણી એડ કરો

  5. 5

    દૂધ ઉકળી જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો શેજ ઠંડુ થાય ત્યાર પછી તેમાં લીંબુનો રસ પાણી સાથે એડ કરવો દૂધને ચમચાથી હલાવવું તેને ધીમે ધીમે ફાડવુ

  6. 6

    દૂધ ફાટી જાય ત્યાર પછી એક તપેલી પર ગરણુ રાખવો એના પર આછું કપડું રાખો તેમાં ફાટેલ દૂધને ગાળી લેવું તેમાંથીપનીર છૂટું કરવું આપનીર ને ઠંડા પાણીથી ધોઈ લેવું જેથી લીંબુની ખટાશ નીકળી જાય હવે એકદમ નીતારી પાણી કાઢી લેવું થોડીવાર માટે બાંધીને રાખી દેવું

  7. 7

    બધું પાણી નીતરી જાય ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢી લેવો તેમાં એક ચમચી મેંદો મિક્સ કરવો

  8. 8

    પનીરને ફોટા માં બતાવ્યા પ્રમાણમાં હથેળીથી ખૂબ જ મસળવું આ પ્રોસેસ સતત દસ મિનિટ સુધી કરવી આ પ્રોસેસ મહત્વની છે નહિતર રસ મલાઈ ચાસણીમાં ફાટી જશેપછી ફોટા માં બતાવ્યા પ્રમાણમાં થેપલી વાળી લેવી આ રીતે બધી થેપલી તૈયાર કરવી

  9. 9

    ત્યાર પછી રસમલાઈની ચાસણી બનાવવા માટે એક તપેલામાં ૩૦૦ ગ્રામ ખાંડ લઈ તેમાં ૧ લીટર પાણી નાખી ચાસણીને ઉકાળવી ચાસણીમાં બબલ્સ થાય ત્યાં સુધી ઉકાળવું

  10. 10

    ચાસણી ઊકળે એટલે તેમાં તૈયાર કરેલ થેપલી નાખી દેવી તેને ચાસણીમાં ખૂબ ઉકાળવું સેજ ફૂલી જાય ત્યાર પછી તેને ચમચાથી હળવા હાથે પલટાવી ઢાંકણ ઢાંકી દેવું 10 મિનીટ માટે પાકવા દેવું રસ મલાઈ તૈયાર થતા પંદરથી વીસ મિનિટ લાગશે બધા ગોળા એકદમ ફૂલી જાય એટલે ગેસ બંધ કરી દેવો તેને ચાસણીમાં થોડીવાર રહેવા દેવી

  11. 11

    હવે તૈયાર કરેલ રબડી માં આ બધા ગોળા તવીથા પર લઈ ચમચા થી દબાવી ચાસણી નીતારીને લેવી ત્યાર પછી બધી રસમલાઈ રબડી માં નાખી દેવી રસ મલાઈ ને ફ્રિજમાં ઠંડી કરવા માટે સાતથી આઠ કલાક માટે મૂકી દેવી ઠંડી થઈ જશે એટલે રસ મલાઈ રબડી નો યલો કલર પકડી લેશે

  12. 12

    સાથી આઠ કલાક પછી રસમલાઈ ફ્રીઝમાંથી કાઢી લેવી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવી તૈયાર છે ઠંડી ઠંડી રસ મલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes