બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)

પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બેઝિલ વૉલનટ પેસ્તો બનાવવા માટે બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. વાટતી વખતે એક ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી શકાય. પેસ્તો સૉસ ને એક બૉલ માં કાઢી લેવો.
- 2
એક વાસણમાં કાંદા, બૅલ પેપર, ટામેટા, મીઠું, મરી અને મિક્સ હર્બ ઉમેરી બરાબર હલાવી લેવું.
- 3
ટોસ્ટીઝ બનાવવા માટે બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવવું. હવે તેના પર તૈયાર કરેલો બેઝિલ વૉલનટ પેસ્તો લગાવી એના પર ચીઝની સ્લાઈસ મૂકવી. ચીઝ સ્લાઈસ ના બદલે છીણેલું ચીઝ પણ વાપરી શકાય. હવે તેના પર તૈયાર કરેલા વેજિટેબલ્સ ઉમેરી ચીલી ફ્લેક્સ છાંટવા. ટોસ્ટીઝ ને 200 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 10 મિનીટ માટે બેક કરવા.
- 4
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ ને પેસ્તો સૉસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
રોસ્ટેડ ફિગ એન્ડ વૉલનટ સેલેડ (Fig and walnut salad in Gujarati)
ફિગ એન્ડ વૉલનટ સેલેડ રોજ-બ-રોજ બનાવવામાં આવતા સેલેડ કરતાં અલગ પ્રકારનું છે જે ખૂબ જ હેલ્થી અને પોષણ દાયક છે કેમકે એમાં ફ્રેશ અંજીર, અખરોટ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. મધથી મળતી થોડી મીઠાસ એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen -
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)
#AM2 બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. Bina Mithani -
પાલક અખરોટ પેસ્ટો (Spinach Walnut Pesto Recipe In Gujarati)
#Walnuttwists#Cookpadgujrati#Cookpadindiaખૂબ જ healthy એવા અખરોટ અને પાલક નું ખૂબ જ સરસ કોમ્બિનેશન એટલે પાલક અખરોટ પેસ્ટો. Bansi Chotaliya Chavda -
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
પાલક અખરોટ પેસ્ટો પાસ્તા (Spinch Walnut Pesto Pasta Recipe In Gujarati)
#walnuttwists#Cookpadgujrati#Cookpadindiaપાસ્તા તો આજકાલ બધા ના ફેવરિટ બની ગયા છે.એમાં પણ બાળકો ની પેલી પસંદ પાસ્તા જ હોય .અહી મે પાસ્તા સુજી ના લીધા છે અને તેમાં મે પાલક અખરોટ pesto નો ઉપયોગ કર્યો છે સાથે સાથે તેમાં કલરફૂલ કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી ને ખૂબ healthy બનાવ્યા છે.રાત્રે ડિનર માટે ખૂબ સારો ઓપશન છે. Bansi Chotaliya Chavda -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
સ્પાઇરલ પેસ્તો પાસ્તા (Spiral Pesto Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory જે ફુશીલી પાસ્તા તરીકે પણ ઓળખાય છે.જે સ્પ્રિંગ જેવાં શેઈપ નાં હોય છે.પેસ્તો સાથે ખૂબ જ સરસ લાગે છે.ચીઝ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરીને ચીઝી બનાવ્યાં છે.આ એક સાઈડ ડિશ છે અને લંચ બોક્સ માં આપી શકાય. Bina Mithani -
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
પેસ્તો ચીઝ સેન્ડવીચ(pesto cheese sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ કાચી જ સરસ લાગે.અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.સ્વાદ માં પણ દરેક ને પસંદ પડે તેવી બની છે. Bina Mithani -
કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
મકાઈ હાઈ કાર્બોહાઈડ્રેટ ધરાવતી શાકભાજીનો પ્રકાર છે. મકાઈના ઉપયોગથી ઘણી આરોગ્યપ્રદ વાનગીઓ બની શકે છે. મકાઈ નું સલાડ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મકાઈના સલાડને સ્ટાર્ટર, સાઈડ ડીશ અથવા તો મુખ્ય ભોજનના એક ભાગ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે પનીર પકોડા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે પનીરનો ઉપયોગ કરી ને મેં કંઈક અલગ બનાવ્યું છે. પનીર પોપકોર્ન એક તળેલી વાનગી છે જેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પનીર એકદમ સોફ્ટ હોય છે. આ બાળકોને પસંદ પડે એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે કોઈપણ પ્રકારની ચટણી, ટોમેટો સોસ અને સાઈડ સેલેડ સાથે પીરસી શકાય.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
નાના મોટા બધાને સબવે સ્ટાઈલની સેન્ડવીચ ખૂબ જ ભાવે છે. આ સેન્ડવીચ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. ઘઉંના લોટમાંથી બનેલા બ્રેડ રોલ્સ વાપરીને એને વધારે હેલ્ધી બનાવી શકાય. આ સેન્ડવિચ ખાવા માં એકદમ લાઈટ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ફટાફટ#પોસ્ટ3 spicequeen -
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
કર્ડ મેયોનીઝ ડીપ (Curd Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8મેં અહીંયા હંઞ કર્ડ સાથે મેયોનીઝ નો ઉપયોગ કરેલો છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તમે એને તમારા ડાયટ પ્લાનમાં પણ એડ કરી શકો છો કેમ કે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઇમ્યૂનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે આનો ઉપયોગ તમે કોઈપણ સ્ટાર્ટર સાથે અથવા વેજિટેબલ યા ફ્રુટ સાથે કરી શકો છો Ankita Solanki -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (7)