રવા ફિંગર ચિપ્સ

SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
Veraval

#સ્ટાર્ટ

રવા ફિંગર ચિપ્સ

#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી રવો
  2. ૨ વાટકી પાણી
  3. ૩ બટેટા બાફેલા
  4. ૨ ઝીણી સમારેલ ડુંગળી
  5. ૧ નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. ૧ લીલું મરચું ઝીણું સમારેલું
  7. કટકી આદુ ઝીણું સમારેલું
  8. ૩ ચમચી ઝીણી સમારેલી કોથમરી
  9. ૧ લીંબુ નો રસ
  10. ૧ ચમચી ખાંડ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ કે પેન માં ૨ વાટકી પાણી ગરમ થવા મૂકો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો એક ચમચી તેલ નાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં રવો નાખો. રવા ને બાફી લો.

  2. 2

    એક વાસણ માં ૩ બાફેલા બટેટા લો. તેમાં ૨ ઝીણી સમારેલી ડુંગળી ૧ ઝીણું સમારેલું કેપ્સીકમ ૧ ઝીણું સમારેલું લીલું મરચું કટકી આદુ ઝીણું સમારેલું ૩ ચમચી ઝીણી સમારેલી કોથમરી નાખો. હવે સ્વાદ અનુસાર મીઠું નાખો ૧ ચમચી ગરમ મસાલો ૧ લીંબુ નો રસ ૧ ચમચી ખાંડ નાખો. રવા ને તેમાં તેમાં નાખી ને બધું મિક્સ કરો.

  3. 3

    હવે તૈયાર થયેલ મિશ્રણ માંથી એક નાનું લુવો લય ને એને ફીંગર ચિપ્સ જેવું બનાવી લો. તેની પર સહેજ તપકિર નો લોટ લગાડી.

  4. 4

    હવે એક કડઈમાં તેલ ગરમ થવા દો ધીમા તાપે આ ફિંગર ચિપ્સ ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
પર
Veraval
મને રસોઈ બનાવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes