દાળ બાટી

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે થી ત્રણ વ્યક્તિ
  1. બાટી માટેની સામગ્રી*
  2. 3 કપઘઉંનો લોટ
  3. 1વાટકી રવો
  4. 1વાટકી ચણાનો લોટ
  5. ૧ ચમચી તલ
  6. ૧/૨ચમચી જીરૂ
  7. ૧/૨ ચમચી મરીનો ભૂકો અધકચરો
  8. ૧ વાટકી વાટકી ઘી મોણ માટે
  9. તળવા માટે તેલ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. દાળ માટેની સામગ્રી*
  12. અડધી વાટકી તુવેરની દાળ
  13. અડધી વાટકી mix દાળ જેમાં મગ ની દાળ, અડદ ની દાળ અને ચણાની દાળ લેવી
  14. વઘાર માટેની સામગ્રી*
  15. ૧ ચમચી રાઈ
  16. ૧ ચમચી જીરૂ
  17. લવિંગ
  18. ટુકડો૧ તજનો
  19. ૧ લાલ મરચું સુકુ
  20. ૮ થી ૧૦ લીમડાના પાન
  21. ૧ટમેટુ સુધારેલું
  22. ૧ લીલુ મરચું
  23. ૨ ચમચી સુધારેલી કોથમીર
  24. ૧નાનો આદુ નો કટકો સુધારેલો
  25. ત્રણથી ચાર ચમચી તેલ
  26. ૧ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બધી દાળને ધોઈને કૂકરમાં બાફવા મૂકો

  2. 2

    બાટી બનાવવા માટે લોટમાં રવો ચણાનો લોટ અને મીઠું મરી જીરું અને તલ ઉમેરી સરસ રીતે મિક્સ કરો અને પછી તેમાં ઘી ઉમેરો

  3. 3

    લોટમાં ઘી ઉમેરો અને સરસ રીતે મિક્સ કરી તેનો ભાખરી જેવો કઠણ લોટ બાંધો જરૂર પૂરતું જ પાણી ઉપયોગમાં લેવું

  4. 4

    બાટી નો કડક લોટ બાંધો અને નાના નાના બોલ બનાવો અને સહેજ દબાવી બાટીનો આકાર આપો

  5. 5

    આ રીતે બધી બાટી બનાવો

  6. 6

    તેલને ગરમ કરી બધી બાટી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો

  7. 7

    આ રીતે બધી બાટી તૈયાર કરો અને ગરમ બાટી ઉપર ઘી લગાવો બાટી માં ઘી નો ઉપયોગ સારા પ્રમાણ માં કરવા માં આવે છે.પણ આપડે આપડા સ્વાદ મુજબ કરી શકીએ છીએ.

  8. 8

    દાળ ને એક રસ કરી ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં બધા મસાલા ઉમેરો અને તેને ઉકાળો.

  9. 9

    ઉકાળેલી દાળ માં વઘાર કરો

  10. 10

    વઘાર કરવા માટે તેલ મૂકો અને તેમાં લવિંગ, તજ, સુકુ મરચું, રાઇ જીરું અને લીમડા ના પાન મૂકો અને છેલ્લે ચમચી ઘી મૂકી દાળ માં વઘાર કરો

  11. 11

    દાળ નો વઘાર તૈયાર કરો

  12. 12

    વઘારેલી દાળ ને થોડી વાર ઉકાળો અને આ રીતે દાળ તૈયાર

  13. 13

    તૈયાર બાટી અને દાળ ને પીરસો ત્યારે એક સમારેલી ડુંગળી અને લસણની ચટણી સાથે ઘી જરૂર થી પીરસો અને કોથમીર થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes