રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
  1. બાટી માટે
  2. 2કપ ઘઉંનો લોટ
  3. 1/4કપ ઘી
  4. 1/4નાની ચમચી બેકીંગ પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લોટ બાંધવા માટે પાણી
  7. દાલ માટે
  8. 1/2કપ મગની દાળ
  9. 1/4કપ ચણાની દાળ
  10. 1/4કપ મસૂરની દાળ
  11. 3મોટી ચમચી ઘી
  12. 1/2નાની ચમચી રાઈ જીરું
  13. ચપટી હિંગ
  14. 1બારીક સમારેલ ડુંગળી
  15. 1બારીક સમારેલ ટામેટું
  16. 1/2નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
  17. 1-2લીલા મરચા ની સ્લાઈસ
  18. 1/4નાની ચમચી હળદર પાઉડર
  19. 1/2નાની ચમચી લાલ મરચું પાઉડર
  20. 1/2નાની ચમચી ગરમ મસાલા પાવડર
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. 1કપ પાણી
  23. મુઠ્ઠીભર તાજી કોથમીર
  24. ચુરમા માટે
  25. 2મોટી ચમચી ઘી
  26. 2મોટી ચમચી બારીક કાપેલા કાજૂ બદામ
  27. 3મોટી ચમચી ખાંડનું બુરૂ
  28. ચપટી એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    હવે એક બાઉલ લો.

  2. 2

    તેમાં ઘઉંનો લોટ ઉમેરો.

  3. 3

    હવે તેમાં ઘી નાખીને બરાબર મસળી લો.

  4. 4

    બેકિંગ પાઉડર અને મીઠું પણ ઉમેરો.

  5. 5

    જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

  6. 6

    બાટી માટે લોટ થોડો કઠણ હોવો જોઈએ.

  7. 7

    હવે તેના માપસર લુઆ બનાવી લો.

  8. 8

    હાથની મદદથી તેમાં કાપા પાડો.

  9. 9

    હવે બાટી મેકર મા ઘી લગાવીને આ બાટીને ૧૫ મિનિટ સુધી ચડવા મૂકો.

  10. 10

    બાટીને બીજી તરફ વાળીને ફરીથી ૧૫ મિનિટ ચડવા મૂકો.

  11. 11

    બાટી બની જાય એટલે ૧ વાટકો ભરેલા ઘીમાં તેને ડુબાડો.

  12. 12

    ૧૦ મિનિટ સુધી તેને ઘીમાં રહેવા દો.

  13. 13

    હવે ચૂરમાં માટે ઘીમાં ડૂબાડયા વિનાની ૨ બાટી મેં મિક્સરમાં પીસી લો.

  14. 14

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.

  15. 15

    તેમાં બાટી નું ચુરમું ગુલાબી થાય ત્યાં સુધી શેકો.

  16. 16

    હવે તેમાં ખાંડનું બુરૂ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  17. 17

    એલચી પાઉડર અને બારીક કાપેલા કાજૂ બદામ પણ ઉમેરો.

  18. 18

    એક કે બે મિનિટ સુધી બરાબર હલાવો પછી ગેસ બંધ કરી દો.

  19. 19

    હવે દાળ માટે સૌપ્રથમ બધી દાળને મિક્સ કરીને ૩૦ મિનિટ સુધી પાણીમાં પલાળો.

  20. 20

    હવે પલાળેલી દાળને કૂકરમાં ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

  21. 21

    એક કડાઈમાં ઘી ગરમ મૂકો.

  22. 22

    ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો.

  23. 23

    ચપટી હિંગ નાખો.

  24. 24

    રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો.

  25. 25

    લીલા મરચા ની સ્લાઈસ પણ ઉમેરો.

  26. 26

    બરાબર સાંતળી લો.

  27. 27

    હવે તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરો.

  28. 28

    કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને ચઢવા દો.

  29. 29

    હવે તેમાં બારીક સમારેલા ટમેટા ઉમેરો.

  30. 30

    બે થી ત્રણ મિનિટ સુધી પકાવો.

  31. 31

    સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા વગેરે નાખીને બરાબર હલાવો.

  32. 32

    હવે તેમાં ચડેલી દાળ નાખો.

  33. 33

    બરાબર હલાવી લો.

  34. 34

    જરૂર પડે તો એક કપ પાણી ઉમેરો.

  35. 35

    ૫ મિનીટ સુધી ઉકળવા દો.

  36. 36

    મુઠ્ઠીભર તાજા કોથમીરના પાન પણ ઉમેરો.

  37. 37

    બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.

  38. 38

    સર્વ કરવા માટે

  39. 39

    એક ડીશ લો.

  40. 40

    હવે તેમાં ઘી માં ડૂબેલી બાટી ના કટકા કરો અને નાખો.

  41. 41

    ઉપરથી દાળ ઉમેરો.

  42. 42

    જરૂર પડે તો ઘી પણ નાખો.

  43. 43

    દાળ બાટી ચુરમા સાથે ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes