કેળા શિરો (Kela shiro Recipe in Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

#GA4
#Week2
⭕કેળા આપણને ઘણી રીતે ફાયદાકારક છે..⭕
કેળા ની અંદર વિટામિન-A ,વિટામિન-B,વિટામિન-C, વિટામિન-B6,પોટેશિયમ, ફોસ્ફરસ, તથા અન્ય તત્વો રહેલા હોય છે...
🔷કેળા રોજ ખાવાના ફાયદાઓ 🔷
૧. બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે
૨. હાર્ટએટેકથી બચાવે છે
3. એસિડિટી થી છુટકારો અપાવે છે
4. કબજિયાત દૂર કરે છે
5. ઊંઘ સારી આવે છે
6. ત્વચામાં નિખાર લાવે છે
7. વજન નિયંત્રિત કરે છે
8. શરીર ને ઉર્જા આપે છે
9. નાના બાળકો માટે પણ ઉપયોગી છે
૧૦. જે બાળકો કેળા ના ખાતા હોય તો આમ શીરા માં કેળા મિક્સ કરી ને પણ ખવડાવવી શકો આમ બાળકો ને પણ પ્રોટીન મળી રહે

કેળા શિરો (Kela shiro Recipe in Gujarati)

#GA4
#Week2
⭕કેળા આપણને ઘણી રીતે ફાયદાકારક છે..⭕
કેળા ની અંદર વિટામિન-A ,વિટામિન-B,વિટામિન-C, વિટામિન-B6,પોટેશિયમ, ફોસ્ફરસ, તથા અન્ય તત્વો રહેલા હોય છે...
🔷કેળા રોજ ખાવાના ફાયદાઓ 🔷
૧. બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે
૨. હાર્ટએટેકથી બચાવે છે
3. એસિડિટી થી છુટકારો અપાવે છે
4. કબજિયાત દૂર કરે છે
5. ઊંઘ સારી આવે છે
6. ત્વચામાં નિખાર લાવે છે
7. વજન નિયંત્રિત કરે છે
8. શરીર ને ઉર્જા આપે છે
9. નાના બાળકો માટે પણ ઉપયોગી છે
૧૦. જે બાળકો કેળા ના ખાતા હોય તો આમ શીરા માં કેળા મિક્સ કરી ને પણ ખવડાવવી શકો આમ બાળકો ને પણ પ્રોટીન મળી રહે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ સમય
૪ લોકો માટે
  1. કેળા - ૨ મધ્યમ સાઈઝ ના
  2. ૧ કપસોજી
  3. ૩/૪ કપ ખાંડ
  4. ૧/૨ કપઘી
  5. ૪ કપદૂધ
  6. ૪ કપપાણી
  7. ૧ કપકાજુ, બદામ, દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ સમય
  1. 1

    (૧) ૪ કપ દૂધને નાના નોન સ્ટીક પેનમાં અથવા તમારા મુજબ ગમે તે વાસણ માં રેડવું, ૪ કપ પાણી ઉમેરો અને મિશ્રણને બોઇલમાં લાવો

  2. 2

    (૨) એક ડીપ નોન સ્ટીક પેનમાં અથવા ગમે તે બીજા વાસણમાં ૨ ચમચી ઘી ગરમ કરો જ્યારે તે પીગળી જાય છે ત્યારે તેમાં સમારેલી કાજુ અને થોડી કિસમિસ નાંખો અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્યાર બાદ સેજ શેકાય ગયા બાદ એને બાઉલમાં ભરીન સાઈડ માં મૂકી દો

  3. 3

    (૩)એ જ પેનમાં બાકીનું ઘી નાખી દો, તેમાં ૧ કપ સોજી ને સાંતળો, સતત હલાવતા રહો, હળવા ગોલ્ડન થાય ત્યાં સુધી

  4. 4

    (૪) તે દરમિયાન કેળાના નાના ગોળ કટકા કે નાના બારીક કટકા પણ કરી શકો અને બાઉલમાં મૂકો. જ્યારે સોજી સોનેરી થઈ જાય, ત્યારે કેળા ઉમેરો અને સાંતળો, ચમચા વડે પાછલા ભાગથી તેને ચારથી ચાર મિનિટ સુધી ક્રશ કરો અને પકાવો

  5. 5

    (૫) તેમાં ૧ કપ ખાંડ નાખો અને ઓગળી જાય ત્યાં સુધી સાંતળો તેને પકાવો તેમાં દૂધ અને પાણીનું મિશ્રણ નાખી બરાબર હલાવો.

  6. 6

    (૬) સોજી ના થાય ત્યાં સુધી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને પકાવો જેથી બધા પ્રવાહી સમાઈ જાય છે.

  7. 7

    (૬) કાજુ અને બદામ, દ્રાક્ષ નાખીને બરાબર મિક્ષ કરી લો

  8. 8

    અને ત્યાર બાદ કેળા અને સોજી નો શીરો ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes