પૌષ્ટિક ક્રીમી પેન્ને પાસ્તા

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#હેલ્થીફૂડ

ફાસ્ટ ફૂડ બધાં ને ભાવે છે , નાના બાળકોને તો ખાસ. એમાં પણ પાસ્તા ખુબજ પ્રિય હોઈ છે. આ વાનગી માં જે પાસ્તા લીધાં છે એ રવા માંથી બનાવેલાં છે અને વાહિટ સોસ પણ ઘઉંના લોટમાં થી બનાવામાં આવીયો છે. આથી આ વાનગીમાં મેંદા નો બિલકુલ ઉપીયોગ થયો નથી.

પૌષ્ટિક ક્રીમી પેન્ને પાસ્તા

2 કમેન્ટ્સ કરેલ છે

#હેલ્થીફૂડ

ફાસ્ટ ફૂડ બધાં ને ભાવે છે , નાના બાળકોને તો ખાસ. એમાં પણ પાસ્તા ખુબજ પ્રિય હોઈ છે. આ વાનગી માં જે પાસ્તા લીધાં છે એ રવા માંથી બનાવેલાં છે અને વાહિટ સોસ પણ ઘઉંના લોટમાં થી બનાવામાં આવીયો છે. આથી આ વાનગીમાં મેંદા નો બિલકુલ ઉપીયોગ થયો નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. વાહિટ સોસ માટે:
  2. 2 મોટી ચમચીબટર
  3. 2 મોટી ચમચીઘઉં નો લોટ
  4. 2 કપદૂધ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 1 નાની ચમચીકાળા મરી નો ભુક્કો
  7. મુખ્ય વાનગી માટે:
  8. 1 કપરવા વાળા પેન્ને પાસ્તા
  9. 4 કપપાણી પાસ્તા ઉકાળવા માટે
  10. 2 મોટી ચમચીતેલ(ઓલિવ ઓઇલ)
  11. 1 મોટી ચમચીબટર
  12. 1/2 કપડુંગળી લાંબી સમારેલી
  13. 1/2 કપગાજર લાંબી સમારેલી
  14. 1/2 કપલીલું કેપ્સિકમ લામ્બુ સામારેલું
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. 2 મોટી ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 મોટી ચમચીમિક્સડ ડ્રાય હરબ્સ
  18. 2 મોટી ચમચીપાસ્તા સોસ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    વાહિટ સોસ માટે: એક પેન માં બટર લઇ ગરમ કરો, બટર પીગળી જાય એટલે ઘઉંનો લોટ ઉમેરીને બરાબર શેકો.

  2. 2

    લોટ માંથી સરસ સુગંધ આવે ત્યારે હુંફાળું દૂધ ધીરેધીરે હલાવી ને નાખો.

  3. 3

    હવે મરી નો ભુક્કો, મીઠું ઉમેરીને થોડી થોડી વારે હલાવતાં રહો. સોસ થોડો ગાથ્થો થાય પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    એક મોટી તપેલી માં 4 કપ પાણી ગરમ કરો એમાં 1 નાની ચમચી મીઠું અને થોડા ટીપાં તેલ ના ઉમેરી દો.

  5. 5

    પાણી ઉકળી જાય એટલે એમાં પાસ્તા ઉમેરીને 8-10 મિનિટ સુધી ચડવા દો. થોડા કાચા રહે એવા કરો. પછી પાસ્તા ગરણી માં કાઢીને એનાં ઉપર ઠંડુ પાણી નાખી દો.

  6. 6

    એક નોનસ્ટિક પેન માં તેલ અને બટર લઇ ગરમ કરો. પછી એમાં ડુંગળી ઉમેરી દો.

  7. 7

    ડુંગળી ગુલાબી થાય ત્યારે એમાં ગાજર અને કેપ્સિકમ નાખી દો અને થોડું ચડવા દો.

  8. 8

    હવે શાકભાજી ના ભાગ નું મીઠું, મિક્સડ હર્બસ, ચીલી ફ્લેકેસ અને પાસ્તા સોસ ઉમેરી દો.

  9. 9

    થોડું પાણી નાખીને એમાં પાસ્તા અને વાહિટ સોસ ઉમેરી દો.

  10. 10

    બધું બરાબર મિલાવીને થોડો વાર ચડવા દો અને પછી પીરસો એકદમ પૌષ્ટિક ફાસ્ટ ફૂડ વાળા પેન્ને પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

Similar Recipes