મીની ભાખરી પિઝા

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#હેલ્થીફૂડ પીઝા બેઝ માંથી બનેલા પીઝા કરતા ભાખરી માથી બનેલા પીઝા ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાખરી સરસ રીતે બનાવવામાં આવે તો રેગ્યુલર પીઝા કરતાં પણ આ પીઝા ખાવા ની વધારે મજા આવે છે

મીની ભાખરી પિઝા

#હેલ્થીફૂડ પીઝા બેઝ માંથી બનેલા પીઝા કરતા ભાખરી માથી બનેલા પીઝા ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાખરી સરસ રીતે બનાવવામાં આવે તો રેગ્યુલર પીઝા કરતાં પણ આ પીઝા ખાવા ની વધારે મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. પીઝા બેઈઝ બનાવવા માટે ના ઘટકો
  2. 2 વાટકીઘઉંનો લોટ
  3. ૧/૨ વાટકી સોજી
  4. 1 ચમચીમીઠું
  5. 4 ચમચીતેલ
  6. જરૂર મુજબ હુંફાળુ પાણી
  7. ગ્રેવી બનાવવા માટે ના ઘટકો
  8. 3 ચમચીતેલ
  9. 4 નંગટામેટા
  10. 3 નંગડુંગળી
  11. 2 નંગફ્રેશ લાલ મરચાં
  12. આઠ-દસ કળી લસણ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 4 ચમચીખાંડ
  15. 3 ચમચીલાલ મરચું પાવડર
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીપીઝા સિઝલિંગ
  18. પીઝા ટોપિંગ માટે ના ઘટકો
  19. 1 નંગબાફેલી મકાઈ
  20. 1 નંગબારીક સમારેલું કેપ્સીકમ
  21. જરૂર મુજબ ચીઝ
  22. જરૂર મુજબ પીઝા સિઝલિંગ

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને સોજી માં મીઠું અને તેલનું મોણ નાખી તેને મિક્સ કરો. ત્યાર બાદ હુંફાળા પાણીથી કડક લોટ બાંધો. હવે આ લોટને અડધી કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેની નાની-નાની ભાખરી ધીમા તાપે કડક શેકી લો.

  2. 2

    હવે ગ્રેવી માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં લસણ અને ડુંગળી સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા અને ફ્રેશ લાલ મરચા બારીક કટકા કરી નાખો. હવે તેમાં ખાંડ, ગરમ મસાલો, લાલ મરચાનો પાવડર, મીઠું,
    પીઝા સિઝલિંગ મસાલો નાંખી પીઝા માટે ની ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    હવે ટોપિંગ માટે બાફેલી મકાઈ ની દાણા,બારીક સમારેલા કેપ્સીકમ, ચીઝ અને પીઝા સિઝલિંગ તૈયાર કરો. હવે ભાખરી ઉપર ગ્રેવી, ટોપિંગ નાખી તૈયાર કરો. નોનસ્ટિક તવી પર માખણ લગાવી પીઝા ને ક્રિસ્પી શેકી લો. હવે તેના ઉપર ચીઝ અને પીઝા નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes