બેગન ભાજા

વર્ષા જોષી
વર્ષા જોષી @cook_18256602
અમદાવાદ

#week6
#goldenapron2

આ વાનગી પશ્ચિમ બંગાળ માં પ્રખ્યાત છે. અત્યારે શિયાળામાં ભુટ્ટા રિંગણ બહું સરસ અને તાજા મળે છે.રિંગણ ગરમ પ્રકૃતિમય છે.એટલે શિયાળામાં જેમ કાઠિયાવાડી ઓળો વખણાય એમ બંગાળી લોકો આ ભુટ્ટા ના ભાજા બનાવે છે. તો ચાલો ચટપટી વાનગી ની રીત જોઈએ.

બેગન ભાજા

#week6
#goldenapron2

આ વાનગી પશ્ચિમ બંગાળ માં પ્રખ્યાત છે. અત્યારે શિયાળામાં ભુટ્ટા રિંગણ બહું સરસ અને તાજા મળે છે.રિંગણ ગરમ પ્રકૃતિમય છે.એટલે શિયાળામાં જેમ કાઠિયાવાડી ઓળો વખણાય એમ બંગાળી લોકો આ ભુટ્ટા ના ભાજા બનાવે છે. તો ચાલો ચટપટી વાનગી ની રીત જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મોટું ગોળ રિંગણ
  2. 1 નાની વાટકીઘંઉનો લોટ
  3. 2 ચમચીલાલ મરચું પાવડર
  4. 1 ચમચીહળદર
  5. અડધું લીંબુ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ચમચીખાંડ
  8. સમારેલી કોથમીર
  9. સાંતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    હવે રિંગણ ને ધોઈને તેના પાંચ મિડિયમ સાઈઝના ગોળ પતિકા કાપો

  3. 3

    ત્યારબાદ ઘંઉના લોટમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠું, લીંબુનો રસ ઉમેરો અને તેમાં થોડું થોડું પાણી નાંખી ને ખીરું બનાવો. ખીરું થોડું ઘાટું જ રાખવું

  4. 4

    હવે એ ખીરામાં રિંગણ ના પતિકા ને મેરિનેટ કરો. બંને બાજુ એ બરાબર પેસ્ટ માં રગદોળી લેવા

  5. 5

    હવે એક નોનસ્ટિક પેન માં તેલ નાખીને બરાબર ફેલાવી દો.ગરમ થાય એટલે તેમાં ખીરાવાળા રિંગણ ના પતિકા ગોઠવો

  6. 6

    ત્યારબાદ ધીમી આંચ પર બંને બાજુ કરકરા થાય ત્યાં સુધી સાંતળો.

  7. 7

    બરાબર કરકરા લાલ થાય એટલે ગેસ બંધ કરીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ઉપર થોડી ખાંડ ભભરાવો

  8. 8

    હવે સર્વિંગ પ્લેટમાં બરાબર રાખી અને સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
વર્ષા જોષી
પર
અમદાવાદ
રેસિપી બ્લોગર એન્ડ લેખિકા
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes