#પીળી,     મેથી ના ઢેબરા

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છે
વળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેથીના થેપલા બનાવવા માટે શું જોશે ??
  2. ૧ નંગ મેથી
  3. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. ૧ વાટકી બાજરી નો લોટ,
  5. ૧ વાટકી મકાઈ નો લોટ
  6. ૩ ચમચી આદુ,મરચા અને લસણની પેસ્ટ
  7. ૨ ચમચી ધાણાજીરું પાઉડર
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી લાલ મરચું
  10. અડધી ચમચી હિંગ
  11. ૨ ચમચી ખાંડ
  12. ૨ ચમચી દહીં
  13. ૧ ચમચી તલ
  14. ૧/૨ ચમચી અજમો
  15. તેલ
  16. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પાનને જીણા સુધારી લો
    મેથીના પાનને ધોઈ લો.હવે એક વાસણ માં બધા લોટ લઈ લો તેમાં ઉપર લખેલા બધા મસાલા એડ કરો. તેમાં આદુ લસણ અને મરચાં ક્રશ કરી ને નાખો અને મોણ માટે તેલ એડ કરો.પછી તેમાં દહીં નાખો.

  2. 2

    હવે તેમાં તલ, અજમો ઉમેરી ને મેથી ની ભાજી ઉમેરો. અહી મે મેથી અને કોથમીર બન્ને લીધી છે તમે એકલી મેથી લઈ શકો છો.અને તેનો સરસ પરાઠા વણાય તેવો લોટ બાંધો. અને તેના એકસરખા લૂવા કરો.

  3. 3

    હવે લોટ નો નાનો લૂવો લઈ આ લૂઆને હળવે હાથે અટામણ લઈને પાતળા વણી લો. નોનસ્ટિક તવાને ગરમ કરો ગરમ થાય એટલે થેપલું મુકો.તેની એક બાજુ ફેરવી લો. હવે જયારે બીજી બાજુ ફેરવીએ ત્યારે એક ચમચી તેલ મૂકી તાવીથાની મદદથી ચોડવો. સરસ ભાત પડે એટલે ઉતારી લો આમ એક પછી એક થેપલા બનાવીને ચોડવો. મૂકી થેપલાને બંને બાજુથી તે સોનેરી બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ મેથી ની ભાજી ના થેપલા.મારા ઘરમાં આ થેપલા બધાને બહુ જ પ્રિય છે. એની સુગંધ આવે એટલે ગરમ ગરમ ખાવાનું મન થાય.

    તમે પણ બનાવો અને તમારી વાત મને કહેશો તો ખુબ મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes