ચોકલેટ કેક

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#૨૦૧૯
બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે .

ચોકલેટ કેક

#૨૦૧૯
બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૧૫
  1. ૨ કપ મેંદો
  2. ૧ કપ દળેલી ખાંડ
  3. ૧ કપ મિલ્ક પાવડર
  4. ૧ ચમચી બેકિંગ પાવડર
  5. ૧/૨ ચમચી સોડા
  6. ૨ કપ વ્હીપ ક્રીમ
  7. લાલ અને બ્લું કલર
  8. સ્ટાર નોઝલ
  9. ૨ ચમચી કોકો પાવડ
  10. ૩ ચમચી કોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    સૌ પેલા લોટ માં ખાંડ,બેકિંગ પાવડર,સોડા,મિલ્ક પાવડર નાખી ને સરખું મિક્સ કરી લો.

  2. 2

    બાદ એક એક પેન માં તેલ લો તેમાં ૧ કપ પાણી નાખો લોટ નું મિક્સ નાખો કોકો પાવડર નાખો બાદ તેને સરખું હલાવી લો.

  3. 3

    એક એલ્યુમિનિયમ નો ડબ્બો લો તેને તેલ અને લોટ થી ગ્રીઝ કરી લો બાદ એક મોટું તપેલું લો જેનું તળિયું જાડું હોઈ તેવું લેવું બાદ એમાં કા ઠો મૂકો અને તે તપેલા ને ૫ મિનિટ પ્રિહિટ કરો બાદ તેમાં કેક નો ડબ્બો મૂકો.

  4. 4

    બાદ ઢાંકણ ઉપર કપડું બાંધી ને તપેલા પર મૂકી દેવું ૩૫ મિનિટ માટે ગેસ ધીમો જ રાખવો. કેક ઠરે પછી unmold કરી લેવી બાદ કેક ના ૩ લેયર કાપી લેવા.

  5. 5

    ક્રીમ ને વ્હિપ કરી લેવું એક ભાગ માં લાલ અને બીજા ભાગ માં બ્લુ કલર નાખી ને મિક્સ કરી લેવું થોડું વ્હાઈટ ક્રીમ પણ જુદુ રાખવું.

  6. 6

    બાદ પાયપિંગ બેગ માં સ્ટાર નોઝલ મૂકી દેવી બાદ કેક લેયર માં સુગર સીરપ લગાવી બાદ ક્રીમ લગાવી દેવું એવી જ રીતે બધા લેયર પર ક્રીમ લગાવી દેવું બાદ પેલા પાઇપીંગ બેગ માં લાલ ક્રીમ ભરી ડિઝાઇન બનાવી,બાદ વ્હાઇટ ક્રીમ અને બાદ બ્લુ ક્રીમ થી ડિઝાઇન બનાવી લેવી ફોનડનટ થી સ્ટાર કટ કરી લેવું અને કેક ની પર મૂકવો.

  7. 7

    તૈયાર છે આપણી કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes