રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ તપેલીમાં ઘી નાખી ખાંડ ઉમેરો.પછી તેમાં ૩ ય લોટ નું મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જાવ.બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયા પછી બેકિંગ પાવડર ઉમેરીને બધું હલાવો.
- 2
બધું મિક્સ થઈ જાય પછી ચમચીની મદદ થી લોટ લો.જેથી એક જ માપ ની નાનખટાઈ થાય.હળવા હાથે નાના નાના લુવા વાળી લો અને જરાક દબાવો.ઉપર ક્રોસ મા બે કાપા પાડી બદામ ની કતરણ થી સજાવો. કોઈ પણ સ્ટીલ ની પ્લેટ ઘી વાળી કરી તેમાં વાળેલી નાનખટાઈ મૂકો.કૂકરમાં મીઠું નાખી ધીમા તાપે બેક થવા મૂકો.દસ મિનિટ પછી જોઈ લેવું.
- 3
નોંધ : *૧.કૂકરની સીટી કાઢી લેવી.લોટ તૈયાર થઈ જાય પછી પેહલે થી જ કૂકર તપવા મૂકી દેવું. પ્લેટ કૂકરમા સમાઈ જાય એ માપની જ લેવી અને મુકેલી નાનખટાઈ વચ્ચે થોડું અંતર રાખવું,જેથી નાનખટાઈ બરાબર ફૂલે,અને એકબીજા સાથે ચોંટી ન જાય, એ ખાસ ધ્યાન રાખવું.*૨ તમે આમાં સાથે ઈલાયચી પાવડર પણ નાખી શકો છો,અને બદામ ની જગ્યાએ પિસ્તા, ટ્રું ટી ફ્રૂટી થી પણ સજાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
શિયાળા ની શક્તિવર્ધક સુખડી
#ઇબુક૧#રેસિપિ૧૯મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે. Ushma Malkan -
-
કંસાર (Kansar recipe in Gujarati)
#HappyDiwali#GA4#Week9કંસાર ખુબ જ પ્રખ્યાત પરંપરાગત ગુજરાતી મીઠાઈ ની વાનગી છે. જેને ઘઉંના જાડા કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. દરેક ગુજરાતી પરિવાર માં મોટેભાગે કોઈ સારા શુભ પ્રસંગે એને અવશ્ય બનાવવામાં આવે છે.પહેલા ના સમયમાં ખાસ કરીને જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરમાં બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બનાવવામાં આવતો હતો. હવે, આ નવી મીઠાઈ ઓને કારણે આ વિસરાતો જાય છે. અમારી ઘરે મોટે ભાગે દિવાળી ના સમય પર હું આ કંસાર અવસ્ય બનાવું છું. આ બનાવવો ખુબ જ સાવ સહેલો છે, અને ખુબજ આસાની થી ઘરમાં જ હોય એવા ખુબજ ઓછા સામાનમાંથી એ ફટાફટ બની જતો હોય છે.કંસાર બનાવવા માટે પાણીનું માપ ખુબ જ જરુરી છે, જો વધારે પડી જાય તો ચીકણો થઈ જાય. મારી આ રેસિપી ખુબ જ સરળ છે. હું મારી મમ્મી ની રીત થી કુકરમાં બનાવું છું. ખુબ જ ઝડપથી અને એકદમ સરસ છુટ્ટો દાણેદાર કંસાર બને છે.તમે પણ મારી આ રેસિપી થી બનાવીને અવસ્ય જોજો, અને જણાવજો કે કેવો લાગ્યો તમને!#કંસાર#Mithai#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
ઘઉંના લોટ નું ખીચું
આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે Rita Gajjar -
-
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
-
-
-
-
-
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
એસોર્ટેડ નાનખટાઈ
#કૂકબુક#post3#દિવાળીસ્પેશ્યલ#નાનખટાઈ#cookies#biscuitદિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે. Vaibhavi Boghawala -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
-
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
-
-
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar
More Recipes
ટિપ્પણીઓ