ઘઉંના લોટ નું ખીચું

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે

ઘઉંના લોટ નું ખીચું

આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 30 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. જે કપ લોટ લીધો હોય એ જ કપ થી પાંચ ગણું પાણી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1 મોટી ચમચીજીરૂ
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/૪ ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

25 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં પાણીને ઉકળવા મૂકી દેવું પછી તેમાં મીઠું જીરુ આદુ મરચાની પેસ્ટ નાખી બેકિંગ સોડા નાખી પાણીને દસથી પંદર મિનિટ ઉકાળવું

  2. 2

    પાણી સરસ ઉપડી જાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી વેલણથી એક જ બાજુ હલાવતા જવું

  3. 3

    લોટ માં ગાંઠા ન રહે એનું ધ્યાન રાખો

  4. 4

    લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે પેન ની નીચે તવીમૂકી ઢાંકણ ઢાંકી ખીચા ને દસથી પંદર મિનિટ કુક કરવું

  5. 5

    10 થી 15 મિનિટ પછી ખીચું એકદમ સરસ બની ગયું હશે ખીચા ને તમારે ઢોકળીયામાં સ્ટીમ કરવું હોય તો પણ કરી શકો છો

  6. 6

    પછી ખીચું ને સીંગતેલ અને મેથિયા મસાલા સાથે સર્વ કરવું

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes