મટર કચોરી

Bina Mithani
Bina Mithani @MrsBina

મટર કચોરી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 150 ગ્રામપાલક
  2. 1વાટકી કોથમીર
  3. 2વાટકી મલ્ટી ગ્રેઇન લોટ
  4. 2 ચમચીઘી
  5. મીઠું પ્રમાણસર
  6. તળવા માટે તેલ
  7. 2વાટકી વટાણા
  8. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  9. 1 નાની ચમચીઆમચૂર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાલક ના પાન ને ધોઈ સાફ કરી બ્લાચ કરો..કોથમીર અને પાલક બંને પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી....

  2. 2

    કાચ ના બાઉલમાં 1 વાટકો મલ્ટી ગ્રેઇન લોટ,મીઠું, ઘી નાખી લોટ બાંધવો...બીજો 1 વાટકો લોટ ની અંદર મીઠું, ઘી અને પાલક ની પ્યૂરી ઉમેરી લોટ બાંધવો. ઠાંકી ને થોડી વાર રાખો...બંને લોટ ના સરખા લૂવા બનાવી પુરી બનાવી લો.

  3. 3

    એક પુરી પર પાણી લગાવી તેના પર પાલક ની પુરી મૂકી ફરીથી તેના પર સાદી પુરી મૂકી ફરીથી તેના પાણી લગાવો...આ રીતે બધી પુરી ઉપરાઉપરી મૂકી...વચ્ચે થી કટ્ટ કરી

  4. 4

    બંને ભાગ સાથે ઉપર મૂકી પ્લાસ્ટિક રેપ કરીને 1 કલાક ફ્રીઝર માં મૂકો....હવે બાફેલા વટાણા માં કોથમીર, આદું મરચાં, મીઠું, આમચૂર નાખી પીસી લો. 1 કલાક પછી બહાર કાઢી વચ્ચે થી કાપો પાડી...

  5. 5

    પતલા લેયર કટ્ટ કરી વણવુ.

  6. 6

    વાટકી ની મદદથી ગોળ કટ કરો. વચ્ચે વટાણા નું પૂરણ મૂકી આજુબાજુ ફરતે પાણી લગાવો. તેના પર બીજી પુરી મૂકી દબાવી ચીપકાવી...કાંકરી અથવા ફોક થી બોડૅર બનાવી લો.

  7. 7

    આ રીતે બધી કચોરી બનાવી લો. ગરમ તેલમાં તળી લો..

  8. 8

    ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સવૅ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes