કર્ણાટક ફેમસ ઈડલી ની ચટણી

Neha Vasani
Neha Vasani @cook_19870061

કર્ણાટક ફેમસ ઈડલી ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરાનું છીણ
  2. 1/2 વાટકીદાળિયા ની દાળ
  3. કોથમીર
  4. ફુદીનો
  5. 2લીલા મરચા
  6. આદુ કટકો
  7. બે-ચાર પીસ આમલીના
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 વાટકીપાણી
  10. 1 ચમચીતેલ વઘાર માટે
  11. 1/2 ચમચીઅડદની દાળ
  12. 1/2 ચમચીરાઈ
  13. લીમડો
  14. 2-3કટકા લાલ સુકા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચટણી માટેની બધી વસ્તુ તૈયાર કરી લેવી. ત્યારબાદ મિક્સર જારમાં ટોપરાનું છીણ નાંખવું,ત્યારબાદ દાળિયા ની દાળ એડ કરવી.

  2. 2

    હવે તેમાં કોથમીર,ફૂદીનો અને આમલી નાખવી.

  3. 3

    ત્યારબાદ આદુ નાખી અને મીઠું સ્વાદ નાખીને થોડું પાણી નાખો.

  4. 4

    હવે મિક્સરમાં ઢાંકણું બંધ કરી ને ત્રણ ચાર આટા ફેરવવા એટલે ચટણી તૈયાર. ચટણીને એક બાઉલમાં કાઢી લેવી.

  5. 5

    ત્યારબાદ એક નાના લોયામાં એક ચમચી તેલ વઘાર માટે ગરમ મૂકો.હવે તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટે એટલે અડદની દાળ અડધી ચમચી નાખી દેવી.

  6. 6

    અને લીમડો અને લાલ સૂકા મરચાં ના કટકા નાખવાં. અને એ વઘાર ચટણી ઉપર રેડી દેવો.

  7. 7

    હવે કર્ણાટકની ફેમસ ઈડલી ની ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes