રાઈસ ફ્લૉર ઉપમા

આપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી.
રાઈસ ફ્લૉર ઉપમા
આપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ગાંઠ ન પડે તે રીતે મિશ્રણને વ્હીપ કરો.
- 2
ત્યારબાદ તેમાં છાશ ઉમેરી વ્હીપ કરો એટલે પાતળું ઢોંસાનાં ખીરા જેવી કન્સીસ્ટન્સી જેવું મિશ્રણ તૈયાર થશે.
- 3
એક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, જીરું, સીંગદાણા, અડદની દાળ, કાજુનાં ટુકડા, મીઠા લીમડાનાં પાન, ઝીણા સમારેલા લીલા મરચાં તથા હીંગ ઉમેરી સાંતળો. આમાં સમારેલા કાંદા પણ ઉમેરી શકાય છે.
- 4
ત્યારબાદ તેમાં ચોખાનાં લોટનું બનાવેલું મિશ્રણ ઉમેરી તેમાં મીઠું ઉમેરી મધ્યમ આંચે ચમચા વડે હલાવતા પકાવો.
- 5
મિશ્રણ ધીમે-ધીમે ઉકળીને ઘટ્ટ થશે જ્યારે ઉપમા બની જવા આવે ત્યારે તેમાં ૧ ચમચી તેલ ઉમેરી થોડીવાર માટે પકાવો.
- 6
ગેસ બંધ કરી તૈયાર ઉપમાને સર્વિંગ બાઉલમાં કાઢી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી રાઈસ ફ્લૉર ઉપમા.
- 7
સમગ્ર પ્રોસેસ ટૂંકમાં દર્શાવતો ફોટો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
બ્રાઉન બ્રેડ ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઈન્સ્ટન્ટ રાઈસ ફ્લૉર મેંદુવડા
#રાઈસઆપણે મેંદુવડા મગની દાળ તથા અડદની દાળ પલાળીને વાટીને બનાવીએ છીએ. ઘણા લોકો ઈન્સ્ટન્ટ બનાવવા માટે સોજીનો ઉપયોગ કરીને બનાવતા હોય છે. પરંતુ આજે રાઈસ કોન્ટેસ્ટમાં હું ચોખાનાં લોટમાંથી ઈન્સ્ટન્ટ મેંદુવડા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ તથા ક્રિસ્પી બને છે. Nigam Thakkar Recipes -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ઉપમા
સવારના બ્રેકફાસ્ટમાં વેજ ઉપમા જેવી હેલ્ધી વાનગી આપવામાં આવે તો તંદુરસ્તીની દષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. Rajni Sanghavi -
-
-
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
વઘારેલા મમરા
આપણે કોરા નાસ્તામાં વઘારેલા મમરા કે સેવ મમરા ખાતા હોઈએ છીએ. આ સિવાય ભેળપુરી, ચટપટી, ચીક્કી જેવી વાનગીઓ મમરામાંથી બનાવીએ છીએ. ગુજરાત સિવાય બાકીનાં પ્રદેશમાં તે અલગ-અલગ નામથી ઓલખાય છે જેમકે મુરમુરે, મુરી, મૂઢી અને મુરાઈ. તેને englishમાં puffed rice કહેવાય છે. બાંગ્લાદેશ અને નેપાળમાં મમરાનો ઉપયોગ સ્ટ્રીટફૂડ તરીકે થાય છે. જ્યારે ગુજરાત તથા મુંબઈમાં પણ તેને ભેળ રૂપે પીરસવામાં આવે છે. તો આજે આપણે વઘારેલા મમરાની રેસિપી જાણીશું. Nigam Thakkar Recipes -
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda -
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ