ફરાળી મોરૈયાની ઘેંશ

#માસ્ટરક્લાસ
આજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી.
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસ
આજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયાને ધોઈને તેમાં પાણી ઉમેરીને ૧૦ મિનિટ પલાળી રાખો. કઢાઈમાં ઘી/તેલ ગરમ કરી તેમાં જીરું, સીંગદાણાનો પાવડર, મીઠા લીમડાનાં પાન, મોટા સમારેલા લીલા મરચાં તથા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
- 2
તેમાં પલાળેલો મોરૈયો પાણી નિતારીને ઉમેરો. તેમાં છાશ ઉમેરી લાલ મરચું તથા સિંધવ ઉમેરી મિક્સ કરો. જે લોકો લાલ મરચું વ્રતમાં ન ખાતા હોય તેમણે ન ઉમેરવું. ચમચા વડે હલાવતા રહેવું જેથી મોરૈયો કઢાઈમાં નીચે ચોંટે નહીં.
- 3
ઉકળવા લાગે અને મધ્યમ ઘેંશ જેવી ઢીલી કન્સીસ્ટન્સી થાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી મોરૈયાની ઘેંશ.
Similar Recipes
-
ફરાળી સૂરણનું શાક
#માસ્ટરક્લાસસૂરણ એ એક કંદમૂળ છે. જેનો ઉપયોગ આપણે ફરાળમાં કરતા હોઈએ છીએ. બધા કંદમૂળમાં સૂરણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હરસ-મસાની જે લોકો પીડાતા હોય તેના માટે સૂરણનું સેવન ઉત્તમ છે, તેથી સંસ્કૃતમાં તેને 'અર્શોધ્ન" કહે છે. ગુજરાતમાં સુરત તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં સૂરણની ખેતી સારી થાય છે. સૂરણનાં ટુકડા બાફી ઘીમાં તળીને ખાવાથી હરસ-મસા મટે છે, તથા પ્રસૂતિ બાદ પણ મહિલાઓ આ રીતે સૂરણનું સેવન કરે તો ખૂબ જ ગુણકારી છે. Nigam Thakkar Recipes -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રાઈસ ફ્લૉર ઉપમા
#રાઈસઆપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
શક્કરિયા બટાકાની સૂકીભાજી
#goldenapron3Week5Puzzle Word - Sabziઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું.અગિયારસ કે કોઈ ઉપવાસ હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી વગેરે દરેકનાં ઘરમાં બનતી હોય છે. અત્યારે મહાશિવરાત્રિ નજીક હોવાનાં લીધે માર્કેટમાં શક્કરિયા સરસ મળે છે, શક્કરિયામાં મીઠાશ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલી છે. તો આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાની સૂકી ભાજી જે બટાકાની સૂકીભાજી કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી Nigam Thakkar Recipes -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
-
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગ્રીન ગાર્ડન સાબુદાણા ખીચડી
#નાસ્તો #લીલીઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. જ્યારે પણ કોઈ વ્રત/ઉપવાસ હોય ત્યારે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ફરાળ કરે છે. ફરાળ શબ્દ એ ફળાહાર શબ્દ પરથી બન્યો છે. વ્રત/ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણી ઈન્દ્રિયોને કંટ્રોલ કરીને શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવા કે નામ સ્મરણ કરવું. જીભ એ એક પ્રકારની સ્વાદેન્દ્રિય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વ્રતનાં દિવસે જળ, ફળ તથા દૂધનું સેવન કરીને રહીએ તો સૌથી શ્રેષ્ઠ છે. જે લોકોને બપોરે સૂવાની ટેવ હોય તેઓએ ઉપવાસ રાખ્યો હોય તો તે દિવસે સુવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તેટલું વધુ પ્રભુપરાયણ રહેવું જોઈએ. પરંતુ અત્યારનાં આધુનિક સમયમાં બધા લોકોથી બધા નિયમો પાળવા અને જીભને વશમાં રાખવી શક્ય નથી. એટલે વ્રતનાં દિવસે મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકા, સૂરણ, સિંધવ વગેરેનો ઉપયોગ કરીને કાંઈક ને કાંઈક ફરાળી વાનગી બનાવીને ખાતા હોય છે. અત્યારે તો મોટા શહેરોમાં દરેક વિસ્તારમાં ફરાળી સાબુદાણાની ખીચડી, વડા, ભેળ, ચીપ્સ, ફ્રાયમ્સની લારી કે દુકાન જોવા મળે છે. એટલે કે ફરાળી વાનગીઓ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી થઈ ગઈ છે. જે લોકો ઉપવાસ નથી કરતા હોતા તેઓ પણ હવે આ ફરાળી સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તો આજે હું સાબુદાણાની ખીચડી જે બધાની ફેવરિટ તો છે સાથે સાથે તે ઈંદોરની પ્રખ્યાત પણ છે તેને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કરતાં દેખાવમાં અલગ અને સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બ્રાઉન બ્રેડ ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે અગિયારસ છે એટલે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ વ્રત હોય ત્યારે આપણે ફરાળ કરતાં હોઈએ છીએ. ફરાળ શબ્દ ફળાહાર શબ્દ પરથી આવ્યો છે એટલે કે ઉપવાસ દરમિયાન ફ્રૂટ્સ અને દૂધનું સેવન કરો તે ઉત્તમ છે. પરંતુ જે લોકો તે પ્રમાણે ન કરી શકતા હોય તે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી-વડા વગેરે ફરાળ તરીકે લેતા હોય છે. તો આજે હું એક નવી જ ફરાળી વાનગી લઈને આવ્યો છું જે મૂળતો ઈટાલિયન વાનગી કહી શકાય પણ એકનું એક ફરાળ કરીને કંટાળ્યા હોઈએ તો આ બનાવી શકાય છે. માર્કેટમાં પોટેટો ફ્રાયમ્સ મળે છે જેને તળીને ખાઈ શકાય છે. જે મેક્રોની, પેને પાસ્તા તેમજ અલગ-અલગ શેપમાં ઉપલબ્ધ હોય છે. આજે મેં તે પોટેટો પાસ્તામાંથી વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાળકોની સાથે-સાથે મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ડૂબકી કઢી (Dubki Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ડૂબકી કઢી#છત્તીસગઢ રેસીપી#દહીં રેસીપી#અડદ દાળ રેસીપી Krishna Dholakia -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
દાડમની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઆજે આપણે બનાવીશું દાડમમાંથી ખાટી મીઠી તીખી એવી સ્વાદિષ્ટ ચટણી જે સમોસા, કચોરી જેવા ગરમાગરમ ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nigam Thakkar Recipes -
સ્વીટકોર્ન પકોડા (મકાઈનાં ભજીયા)
#ટીટાઈમઆજે તો સવારથી મેઘરાજાએ મહેર કરી છે. વાતાવરણ આહલાદક છે. સાંજે ઘરમાં બધાને ચા સાથે ભજીયા ખાવાની ઈચ્છા થઈ. તો ફ્રિજમાં મકાઈ પડેલી તો વિચાર્યું મકાઈનાં ભજીયા બનાવું, આમ તો દર વખતે ચણાની દાળ પલાળીને તેને વાટીને બનાવું છું પણ આજે સમય ઓછો હતો એટલે ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા એટલે રેસીપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
ફરાળી દૂધી -ગાંઠીયા નું શાક
#AM3Sabji/ShakMy Cookpad Recipeદુધી એ પૌષ્ટિક આહાર છે દૂધીનું શાક ઈમ્યુનીટી બુસ્ટર તરીકે કામ કરે છે, ફરાળમાં બટેટાની જગ્યાએ દૂધી નું શાક સારો આહાર છે. Ashlesha Vora -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મોરૈયાની ખીચડી
#ખીચડી ખીચડી એ સાત્વિક આહાર છે. આજે આપણે ડાયટિંગ ખવાય- ફરાળમાં ખવાય અને જલ્દી બની જાય તેવી ખૂબ જ ગુણકારી મોરૈયાની ખીચડી બનાવી. Bansi Kotecha -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ