બ્રાઉન બ્રેડ ઉપમા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માસ્ટરક્લાસ

આજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪ સ્લાઈસ બ્રાઉન બ્રેડ
  2. ૨ ચમચી તેલ
  3. ૧/૨ ચમચી રાઈ
  4. ૧/૨ ચમચી જીરું
  5. ચપટીહીંગ
  6. ૭-૮ નંગ મીઠા લીમડાનાં પાન
  7. ૧/૨ ચમચી ચણાની દાળ
  8. ૧/૨ ચમચી અડદની દાળ
  9. ૧ નંગ લીલા મરચાં
  10. ૧/૨ આદું મરચાંની પેસ્ટ
  11. ૧/૨ ચમચી હળદર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ૧ નંગ કેપ્સિકમ
  14. ૧ નંગ બટાકા
  15. ૧ નંગ ટામેટું
  16. જરૂર મુજબ પાણી
  17. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હીંગ, મીઠાં લીમડાનાં પાન ઉમેરો. વઘાર તતડે પછી તેમાં ચણાની દાળ, અડદની દાળ ઉમેરો.

  2. 2

    દાળ સરખી શેકાઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, આદુ મરચાં પેસ્ટ, કેપ્સિકમ તથા હળદર ઉમેરી મિક્સ કરો. જો ડુંગળી ઉમેરવી હોય તો આ સ્ટેજ પર ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ ઉમેરી આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    ત્યારબાદ તેમાં છોલીને સમારેલા બટાકા ઉમેરો. બટાકા ચડવવા માટે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી અને બટાકાનાં ભાગનું મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો. આશરે ૮-૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલીને બટાકા પર ચમચો લગાવીને ચેક કરો જે બટાકા ચડી ગયા છે કે નહીં.

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બે મિનિટ માટે પકાવો. બ્રાઉન બ્રેડની સ્લાઈસ લઈ તેના ચપ્પા વડે કે હાથ વડે ટુકડા કરી લો. આમાં આપણે બ્રેડના પેકેટમાં જે ઉપર અને નીચેની જાડી સ્લાઈસ આવે છે તે પણ ઉમેરી શકાય છે. બ્રેડની કિનારી કાપવાની જરૂર નથી. મેં ફ્રેશ બ્રેડ લીધી છે તેની જગ્યાએ જો ફ્રેશ ન હોય તો ૧-૨ દિવસ પહેલાંની બ્રેડ પણ લઈ શકાય છે.

  5. 5

    ટામેટાં ચડી જાય પછી બ્રેડનાં ટુકડા ઉમેરો. બ્રેડનાં ભાગનું મીઠું ઉમેરો. બ્રેડ ઉમેરશો એટલે જેટલું પણ પાણી બટાકા ચડી ગયા બાદ રહ્યું હશે તે બધું શોષાઈ જશે એટલે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. જેથી નરમ ઉપમા બનાવી શકાય. ચમચા વડે બ્રેડ દબાવી મિક્સ કરો જેથી બધા મસાલા બ્રેડ સાથે સારી રીતે ભળી જાય. બે મિનિટ પછી ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.

  6. 6

    તૈયાર ઉપમાને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ હેલ્થી તથા ટેસ્ટી બ્રાઉન બ્રેડ ઉપમા.

  7. 7

    (આ ઉપમા બનાવતી વખતે લીલા વટાણા, ફ્લાવર, ફણસી, સ્વીટ કોર્ન, ગાજર ઉમેરી તેને વધુ હેલ્થી બનાવી શકાય છે. બટાકા ન ઉમેરવા હોય તો skip કરી શકાય છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes