બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.

#માઇઇબુક
#સુપરશેફ3

બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.

#માઇઇબુક
#સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. લોટ બાંધવા માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. ૧ કપપાણી
  4. ૨ ચમચીતેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. લચ્છા પરાઠા માટે નો મસાલો
  7. ૨ ચમચીક્રસ્ટ લસણ
  8. ૨ ચમચીબટર
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ઝીણા સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટર ગાર્લિક લચ્છા પરાઠા બનાવવા માટે સૌપ્રથમ ઘઉંનો લોટ લઈશું અને તેમાં બે ચમચી તેલ,ચપટી મીઠું ઉમેરીશું. ત્યાર પછી ધીરે ધીરે પાણી ઉમેરીને લોટ બાંધી શું. લોટને ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દઇશું

  2. 2

    હવે આપણે બટરમાં બધો મસાલો ઉમેરી દઈશું.

  3. 3

    ૧૦ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક લુવો તૈયાર કરીને રોટલી વણી લઈશું. આ રીતે રોટલી વણાઈ જાય પછી આપણે બટરમાં જે મસાલો તૈયાર કર્યો છે એ રોટલી ઉપર સ્પ્રેડ કરીશું. હવે લીલા ધાણા રોટલી ઉપર સ્પરીકંલ કરી દઈશું. હવે રોટલી ને ધીરે ધીરે ફોલ્ડ કરીશું એકવાર આગળ એકવાર પાછળ આપણે નાના હતા તો વરસાદમાં કાગળની કેવી હોળી બનાવતા હતા એવી રીતના ફોલ્ડ કરવાની છે.

  4. 4

    રોટલી ને આ રીતે ફોલ્ડ કરવાની છે. હવે ફરીથી બટર આની ઉપર સ્પ્રેડ કરી દઈશું. ત્યાર બાદ એને રાઉન્ડમાં ફેરવીને લુવાને પ્રેસ કરી લઈશું. હવે આપણે પરાઠાને હલકા હાથે વેલણ થી ધીરે ધીરે વણી લઈશું..

  5. 5

    હવે આપણે એક તવો ગરમ કરીશું. ગેસ ની ફ્લેમ મીડીયમ રાખીશું. હવે આપણે પરાઠાને શેકીશું. હવે એક્ સાઇડ થોડી શેકાઈ જાય એટલે પરાઠાને પલટાવી ને બે ચમચી તેલ ઉમેરીશું. તમે ઘી અથવા બટર પણ યૂઝ કરી શકો છો. હવે પરાઠાને પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  6. 6

    પરાઠા બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન સેકાઈ ગયા છે. આપણા બટર ગાર્લિક લચ્છા પરાઠા તૈયાર છે. મેં આને ટમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. તમે આને લીલી ચટણી અને કોઈપણ સાક સાથે સર્વ કરી શકો છો. વરસાદની સિઝનમાં હોટલમાં ના જવું હોય તો તમે મારી આ રીતથી ઘરે પણ બટર ગાર્લિક લચ્છા પરાઠા બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes