ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સુપરશેફ2
#week2
#ફ્લોર્સ
હમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૮-૧૦ પરાઠા
  1. ૧.૫ કપ ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદમુજબ
  3. ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  4. ૨ ચમચીતેલ
  5. ૧ ચમચીખાંડ
  6. ગાર્લિક બટર ના મિશ્રણ માટે:
  7. ૫૦ ગ્રામ ગાર્લિક બટર
  8. ૨-૩ ચમચી તેલ
  9. ૧ ટે સ્પૂનલસણ ની પેસ્ટ
  10. ૨-૩ ટે ચમચી કોથમીર
  11. ૧ ટે સ્પૂનકસૂરી મેથી
  12. ચપટીમીઠું
  13. ઘઉં નો લોટ અટામણ માટે
  14. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ માં બધા ડ્રાય ઈન્ગ્રીડીઅન્ટ્સ્ ઉમેરી મિક્ષ કરી લેવું તેલ નાખી મિક્ષ કરી થોડુ થોડુ પાણી નાખી પરાઠા કણક હોય એવી કણક તૈયાર કરવી કણક ને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવો

  2. 2

    હવે એક બાઉલ માં પીગાળેલું બટર લઈ એમાં લસણ ની પેસ્ટ, કોથમીર, ચપટી મીઠું અને કસૂરી મેથી નાખવી

  3. 3

    હવે પરાઠા ની કણક માંથી લુઆ કરી લઈ પાતળી રોટલી વણી લેવી ઉપર ગાર્લિક બટર નું મિશ્રણ લગાવી લોટ છાંટી લેવું હવે આ રીતે વાળતા જવું અને પછી ગોળ કરી લોટ છાંટી ફરી વણી લેવું

  4. 4

    હવે તવો ગરમ કરી બંને બાજુ તેલ લગાવી પરાઠા શેકી લેવાં

  5. 5

    ગરમાગરમ પરાઠા લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes