બોરનું અથાણું

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ફ્રૂટ્સ

આજે ફ્રૂટ્સ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આ કોન્ટેસ્ટની હું મારી અંતિમ રેસિપી પોસ્ટ કરું છું જે છે બોરનું અથાણું. આ કોન્ટેસ્ટની પ્રથમ રેસિપી મેં પોસ્ટ કરી હતી લીલી દ્રાક્ષનું અથાણું. ઘણાને એમ થશે બોરનું તો કાંઈ અથાણું બનતું હોય પણ એકવાર બનાવી જોજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, આ અથાણામાં મેં અજમો, વરિયાળી, સૂકાધાણા અને જીરું વાટીને ઉમેર્યા છે જેના લીધે અથાણાની ફ્લેવર ખૂબ જ વધી જાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

બોરનું અથાણું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ

આજે ફ્રૂટ્સ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આ કોન્ટેસ્ટની હું મારી અંતિમ રેસિપી પોસ્ટ કરું છું જે છે બોરનું અથાણું. આ કોન્ટેસ્ટની પ્રથમ રેસિપી મેં પોસ્ટ કરી હતી લીલી દ્રાક્ષનું અથાણું. ઘણાને એમ થશે બોરનું તો કાંઈ અથાણું બનતું હોય પણ એકવાર બનાવી જોજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, આ અથાણામાં મેં અજમો, વરિયાળી, સૂકાધાણા અને જીરું વાટીને ઉમેર્યા છે જેના લીધે અથાણાની ફ્લેવર ખૂબ જ વધી જાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ પાકા મોટી સાઈઝનાં બોર
  2. ૧ ચમચી વરિયાળી
  3. ૧/૨ ચમચી અજમો
  4. ૧/૨ ચમચી જીરું
  5. ૧ ચમચી સૂકા ધાણા
  6. ૩ ચમચી અથાણાંનો મસાલો
  7. ૧/૨ ચમચી હળદર પાવડર
  8. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોટી સાઈઝનાં પાકા બોરને પાણીથી ધોઈને કોરા કરીને સમારો. તેને કોટન કપડા પર તડકામાં એક કલાક સૂકવો જેથી સરસ કોરા પડી જાય.

  2. 2

    વરિયાળી, અજમો, જીરું તથા સૂકા ધાણાને અધકચરા પીસી લો.

  3. 3

    એક બાઉલમાં સમારેલા બોરનાં ટુકડા લઈ તેમાં વાટેલી વરિયાળી-અજમો-જીરું-સૂકા ધાણા ઉમેરો.

  4. 4

    તેમાં અથાણાંનો મસાલો ઉમેરો. તેમાં હળદર તથા તેલ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    આ અથાણાંને બે કલાક મૂકી રાખવું જેથી બધો મસાલો સરસ બોરમાં ભળી જાય ત્યારબાદ ઉપયોગમાં લેવું. તો તૈયાર છે બોરનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes