રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ પારલે-જી બિસ્કીટ નું પેકેટ
  2. ૧ ટેબલ સ્પૂન કોકો પાવડર
  3. અડધી વાટકી ખાંડ
  4. અડધી વાટકી ટોપરાની છીણ
  5. અડધી વાટકી દૂધ
  6. ૨ ટીસ્પૂન તાજી મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પારલે બિસ્કીટ ના કટકા કરીને મિક્સરમાં પાવડર કરી લો.

  2. 2

    પછી તેને એક થાળીમાં લઈ તેમાં કોકો પાવડર, થોડી ખાંડ અને મલાઈ નાખીને બરાબર મસળો.

  3. 3

    પછી તેમાં થોડું થોડું દૂધ રેડીને લોટ બાંધો.

  4. 4

    હવે ટોપરાની છીણ માં ખાંડ નાખીને મિક્સ કરો. પછી તેમાં થોડું દૂધ નાખીને પેસ્ટ જેવું બનાવો.

  5. 5

    નીચે પ્લાસ્ટિક મૂકી ઉપર લોટનો લૂવો મૂકી રોટલી જેવુ વણી લો.

  6. 6

    પછી તેને પર ટોપરાની છીણનુ સ્ટફિંગ પાથરી લો.

  7. 7

    પછી તેનો હળવેથી ગોળ ગોળ રોલ વાળો.

  8. 8

    પછી તે રોલ ને હળવેથી ફ્રીઝરમાં બે કલાક માટે મૂકી દો.

  9. 9

    બે કલાક પછી ફ્રીઝરમાંથી બહાર કાઢીને તેને કટ કરો. પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો. તૈયાર છે કોકો બિસ્કીટ રોલ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
સુંદર મજાની વાનગી! મજેદાર ફેવરિટ! 😊

Similar Recipes