પાપડ-મેથી અને લીલી ડુંગળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના દાણા નવસેકા પાણી માં ૧ કલાક પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી દાણા ને ૨ થી ૩ વાર ચોખ્ખા પાણીથી વોશ કરી કુકરમાં મીઠું ઉમેરી ને ૩ વ્હીસલ લઈ બાફી લો. હવે દાણા બફાઈ જાય એટલે ચારણી માં કાઢી ફરી ચોખ્ખા પાણીથી ધોઈ સાઇડ માં મુકી દો. ત્યારબાદ લસણની કળી માં મીઠું ઉમેરી વાટી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરી ફરી વાટી લસણની ચટણી તૈયાર કરી સાઈડ માં મૂકી દો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી સમારેલી લીલી ડુંગળી એડ કરી ૨ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં લસણની ચટણી અને થોડું પાણી ઉમેરી સાંતળો. તેલ છુટું પડે એટલે દહીં ઉમેરી એકઘારુ હલાવી ૧ ગ્લાસ પાણી ઉમેરી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, નાખી મેથીના બાફેલા દાણા ઉમેરો. ૨ થી ૩ મિનિટ પાણી ઉકળવા દો જેથી મેથી ની કડવાશ દુર થાય અને પાણી પણ કાચું ના રહે.
- 3
હવે ગેસ ઓફ કરી પાપડ ના મિડિયમ સાઈઝ ના કટકા કરી શાક માં ભેળવી દો. તૈયાર છે ગરમાગરમ"પાપડ મેથી લીલી ડુંગળી નું શાક"
- 4
આ શાક રોટલી કે રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે ગોળ, સલાડ અને છાશ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
-
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
-
-
-
ટોમેટો સૂપ
#ઇબુક૧ટોમેટો સૂપમા હુ ગાજર અને બીટ નો ઉપયોગ કરીને બનાવું છું, જે બને વસ્તુ હેલ્થ માટે જરૂરી છે.કોઈ વડીલ કે બાળક ઘરમાં બીટ,ગાજર ન ખાતું હોય તેને તમે સીઝન મા આ રીતે આપી શકો છો.દેશી ટામેટા શિયાળામાં જ આવે છે,તેથી સૂપમા શક્ય હોય ત્યાં સુધી તેનો જ ઉપયોગ કરવો. Bhagyashree Yash -
-
-
-
-
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
-
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
-
સુરતી લીલી ચોળી નું શાક
#WEEK6#MBR6#cookpa india#cookpadgujarati#lilicholinushaakrecipe#SuratiLiliCholonuShaak#FreshGreenBeanCholi/Longbeansshaak Krishna Dholakia -
-
-
રોટલી લઝાનિયા
#હેલ્થીફૂડખાસ કરીને લઝાનિયા મેંદા ની સીટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ની જાડી રોટલી નો ઉપયોગ કરી બનાવી છે. Bhumika Parmar -
-
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
-
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi
More Recipes
ટિપ્પણીઓ