રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ટમેટા ને ધોઈ બોઇલ કરો. ત્યાર બાદ તેને ક્રશ કરી લો. કેપ્સીકમ ને ઝીણા સમારી લો.
- 2
ડુંગળી ને પણ ઝીણી સમારી લો. ત્યાર બાદ એ લોયા માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી દો અને સાંતળી લો.
- 3
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ અને કેપ્સિકમ નાખી ફરી સાંતળી લો
- 4
પછી તેમાં બનાવેલી ટોમેટો પ્યુરી નાખો અને તેને ફરી એકવાર ક્રશ કરી લો. પછી તેને ગેસ ઉપર મુકો
- 5
પછી તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને ટોમેટો સોસ નાખો
- 6
પછી તેમાં ઓરેગાનો રેડ ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી હલાવો
- 7
પછી તેમાં ખાંડ અને કાશ્મીરી મરચું નાખી ગ્રેવીને થોડીવાર ખદખદવા દો અને તેને ઠંડી થવા દો
- 8
એક લોયામાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લો પછી તેમાં કેપ્સિકમ નાખી તેને પણ સાંતળી લો
- 9
પછી તેમાં મીઠું અને મરીનો ભૂકો નાખો
- 10
તેને થોડીવાર માટે ચઢવા દો અને પછી ગેસ બંધ કરી દો
- 11
એક નોનસ્ટીક લોઢી પર પીઝા ના રોટલા ને બંને બાજુ શેકી લો પછી તેના પર બટર ચોપડી અને ટામેટાની ગ્રેવી પાથરો
- 12
પછી તેમાં ટામેટા અને કેપ્સીકમ નું સ્ટફિંગ લગાવો પછી તેમાં બાફેલા મકાઈના દાણા પાથરી દો. પછી તેના પર રેડ ચીલી ફ્લેક્સ છાંટી લો.
- 13
પછી તેના પર ઓરેગાનો છાટી ઉપર ચીઝ ખમણી ને રાખો
- 14
એક નોન સ્ટિક લોઢી પર બટર લગાવી તેના પર પીઝા ને શેકવા માટે મૂકો પછી તેને એક ઢાંકણ વડે ઢાંકી દો
- 15
3 મિનીટ સુધી રહેવા દેવું પછી તેને બહાર કાઢી પીઝા કટર વડે કટ કરી ઉપર ટોમેટો સોસ નાખી અને પછી તેને એક પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ