ડ્રાયફ્રુટ ફ્રૂટ્સ ક્રીમ સલાડ

Juliben Dave
Juliben Dave @julidave

#એનિવર્સરી
#ડેઝર્ટ

ડ્રાયફ્રુટ ફ્રૂટ્સ ક્રીમ સલાડ

#એનિવર્સરી
#ડેઝર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘરની તાજી મલાઈ [બહારનું ક્રીમ પણ લઇ શકાય ]
  2. ૨ ટેબલસ્પૂન મિલ્કમેડ [ખાંડ પણ લઇ શકાય ]
  3. ૨ ટેબલસ્પૂન મધ
  4. ૧ નંગ સફરજન
  5. ૩ નંગ કેળા
  6. ૩ નંગ ચીકુ
  7. ૨ થી ૩ નંગ સ્ટ્રોબેરી [મીઠી જ લેવી ]
  8. ૧ બોઉલ લીલી દ્રાક્ષ
  9. ૨ ટેબલસ્પૂન દાડમના દાણા
  10. ૨ ટેબલસ્પૂન પાઈનેપલ [જીણું સમારેલું ]
  11. ૨ ટેબલસ્પૂન સેકેલી બદામના ટુકડા
  12. ૨ ટેબલસ્પૂન કાજુના ટુકડા
  13. ૨ ટેબલસ્પૂન પિસ્તાના ટુકડા
  14. ૨ ટેબલસ્પૂન કિસમિસ
  15. સજાવટમાટે
  16. બદામપિસ્તાની કતરણ અને બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ફ્રુટ્સને ત્રણ થી ચાર વાર પાણી થી ધોઈ કોરા કરી લો
    બધા ફ્રૂટ્સ જીણા જીણા સમારી લો નાના નાના ચોરસ ટુકડા કરવા
    દાડમ ના દાણા કાઢી લો
    દ્રાક્ષ મોટી હોય તો બે ટુકડા કરી લો

  2. 2

    એક બોઉલમાં ઘરની ફ્રેશ મલાઈ લો, દૂધનો ભાગ ના આવવો જોઈએ
    તેમાં મિલ્કમેડ ઉમેરો ખાંડ પણ લઇ શકાય પણ મિલ્કમેડ થી ટેસ્ટ વધુ સારો આવે છે
    સ્વાદમુજબ મધ ઉમેરો
    બધું જ હલાવી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ બધા જસમરેલા ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો
    ફરી હલાવી મિક્સ કરી લો
    તૈય્યાર છે એક હેલ્થી ડેઝર્ટ
    ફ્રીઝમાં ઠંડુથવા મૂકી દો
    એકદમ ઠંડુ થાય પછી ડેઝર્ટ તરીકે પીરસો

  4. 4

    જમ્યા પછી કૈક ગળ્યું ખાઈએ તો જ કૈક જમ્યા હોય તેવું લાગે
    આજકાલ ડેઝર્ટ તરીકે સ્વીટ ઉપરાંત આઈસક્રિમ,પુડિંગ,બ્રોવની,કસ્ટર્ડ,શેઇક
    વિગેરેનો ટ્રેન્ડ છે પણ ફ્રૂટ્સ ડ્રાયફ્રૂટ્સ હેલ્થની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકરક છે
    ફ્રૂટ્સ સાથે મધ પણ તંદુરસ્તીને નજરે ઉત્તમ છે અને ખાંડ નો તો ઉપયોગ નથી
    કેમ કે ફળોની કુદરતી મીઠાસ જ એટલી મીઠી હોય છે કે ખાંડ જરૂરી જ નથી
    સોફ્ટ ફળો સાથે ક્રન્ચી ડ્રાયફ્રૂટ્સ ખુબ જ ટેસ્ટી લાગેછે સાતે સાથે મીઠીમીઠી
    મલાઇનોટેસ્ટ ડેઝર્ટને રિચ બનાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes