ફ્રૂટ શ્રીખંડ

Juliben Dave
Juliben Dave @julidave

#મિલ્કી
દહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ લીટર ફુલ ફેટ દૂધ
  2. ૧/૪ ચમચી દહીં મેળવણ માટે
  3. ૨૦૦ ગ્રામ બૂરું ખાંડ
  4. ૧/૨ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  5. ૧ ટેબલસ્પૂન ચીકુ સમારેલું
  6. ૧ ટેબલસ્પૂન લીલી દ્રાક્ષ
  7. ૧ ટેબલસ્પૂન સફરજન સમારેલું
  8. ૧ ટેબલસ્પૂન પાઈનેપલ સમારેલું
  9. સજાવટમાટે
  10. ૧ ટેબલસ્પૂનબદામપિસ્તાની કતરણ
  11. ૧ ટીસ્પૂન ચારોળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો
    સાવ ઠંડુ થઇ જાય એટલે મેળવણ નાખી મેળવી લો
    ૫ થી ૬ કલાકમાં સરસ દહીં જામી જશે દહીં જરા પણ ખાટું ના થાય
    તેનું ખાસ ધ્યાન રાખવું

  2. 2

    એક સુતરાઉ કાપડનો ટુકડો લો તેને કાણાંવાળી ચારણીમાં રાખો
    તેમાં જમાવેલું દહીં નાખી દો ચારણી નીચે એક તપેલી રાખી દેવી
    જેથી દહીંનું નીતરેલું પાણી તેમાં ભેગું થશે
    કપડું ચારે બાજુથી પોટલીની જેમ ઢાંકી દો
    તેના ઉપર વજનદાર વસ્તુ મૂકી દો જેથી બધું પાણી નીતરી જશે
    દહીંની નીતારેલી પોટલી કપડાને વળ ચડાવી પાણી નિતારી લેવું

  3. 3

    એક બીજા વાસણમાં નીતારેલો દહીંનો મસ્કો કાઢી લેવો
    તેમાં બૂરું ખાંડ અને ઈલાયચી પાવડર ભેળવવો
    જો કણીવાળો શિખંડ ભાવતો હોય તો એમનેમ જ રાખવો
    નહિતર જીનો ચોખાનો આંક [ચારણી ]લઇ તેમાં થી આ મિશ્રણ ઘસીને ચાળી લેવું
    આથી દહીંની કણી ભાંગી જશે અને સોફ્ટ મિશ્રણ તૈય્યાર થશે
    મારા ઘરે કણીવાળો જ ભાવે છે એટલે મેં એમનેમ રહેવા દીધો છે

  4. 4

    ખાંડ અને મસ્કો એકરસ થઇ જાય એટલે વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં
    જીણા સમારેલા ફ્રૂટ્સ ઉમેરો ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકાય
    બધા ફ્રૂટ્સ ના નાખવા હોય તો એક જ નાખી શકાય જેમ કે પાઈનેપલ,
    માત્ર કેસરપિસ્તા,ગુલકંદ ઈલાયચી જે ફ્લેવર ભાવે તે બનાવી શકાય
    બધું મિક્સ કરી ડીપ ફ્રીઝમાં ઠંડો થવા મુકો જેમ ઠંડો હશે તેમ વધુ
    મજા આવે છે ખાવાની,

  5. 5

    મેં માત્ર ઈલાયચી અને ફ્રૂટ્સ નાખીને બનાવ્યો છે અને ડ્રાયફ્રૂટ્સ થી સજાવ્યો છે
    તો તૈય્યાર છે શ્રીખંડ ઉનાળાની સ્પેશ્યલ મીઠી ડીશ
    આ ડીશ લુંચ,ડિનર ડેઝર્ટ જયારે મન થઇ ત્યારે ખાઈ શકાય છે
    પુરી પરાઠા રોટી ગમે તેની સાથે પીરસી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes