સ્ટ્રોબેરી મુશ ટાર્ટ (Strawberry mousse tart Recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#એનિવર્સરી
#ડેઝર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટાટૅ માટે:
  2. 100 ગ્રામએકદમ ઠંડુ માખણ
  3. 75 ગ્રામઆઈસીંગ ખાંડ
  4. 15 ગ્રામઠંડું દૂધ
  5. 175 ગ્રામમેંદો
  6. મુશ માટે:
  7. 100 ગ્રામઅમુલ ફ્રેશ ક્રીમ
  8. 250 ગ્રામસ્ટ્રોબેરી ચોકલેટ સ્લેબ
  9. 100 ગ્રામવ્હીપ ક્રીમ
  10. ગાર્નીશિંગ માટે:
  11. સ્ટ્રોબેરી ક્રશ, ચાટ મસાલો, મરચું પાઉડર, તુલસીનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટાટૅ માટે : માખણ અને આઈસીંગ ખાંડ ને ઈલેક્ટ્રીક બીટર થી મિક્સ કરો. તેમાં દૂધ નાખીને તેનો ઢીલો લોટ બાંધો. લોટ ને ziplock બેગમાં ભરીને ફ્રીજમાં બે કલાક માટે મૂકો.

  2. 2

    ફ્રીઝમાંથી લોટને બહાર કાઢીને તેના નાના લૂઆ કરીને તેમાંથી ઇંચ જાડાઈની, મોલ્ડની સાઈઝ જેટલી પૂરી વણો અને તેના ટાટૅ ના મોલ્ડ માં મુકો. તેને કાંટા ચમચી ની મદદથી કાણા પાડો. 15 થી 20 મિનિટ માટે 160°c એ પ્રીહીટેડ ઓવન માં બેક કરવા મૂકવું.

  3. 3

    મુશ માટે : ફ્રેશ ક્રીમ અને સ્ટ્રોબેરી ચોકલેટ સ્લેબ ને અલગ અલગ બાઉલમાં લઇ તેને માઈક્રોવેવમાં 20-30 સેકન્ડ માટે ગરમ કરો અને પછી એક જ બાઉલમાં બન્ને ને મીક્સ કરો. તે ઠરે એટલે તેમાં વ્હીપ કરેલુ ક્રીમ ઉમેરો અને તેને એકદમ સરખી રીતે મીક્સ કરો. આ મુશ ને ઠંડુ કરવા ફ્રીજ માં મુકો.

  4. 4

    ટાટૅ બેક થઇ જાય અને ઠરે એટલે મુશ ને પાઈપિંગ બેગ વડે ટાટૅ માં ભરો. ટાટૅ ને ફ્રિજ માં ઠંડા થવા મુકો. ટ્વીસ્ટીંગ માટે ઉપરથી સ્ટ્રોબેરી ક્રશ, ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes