સ્ટ્રોબેરી ચોકલેટ ટ્રફલ કેક (Strawberry Chocolate Cake Recipe in Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

સ્ટ્રોબેરી ચોકલેટ ટ્રફલ કેક (Strawberry Chocolate Cake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. 1 કપમેંદો
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 1/2 કપ બટર
  4. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  5. 1/2 ચમચી સોડા
  6. દૂધ જરૂર મુજબ
  7. ટ્રફલ બનાવવા
  8. ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  9. ૧૦૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
  10. વ્હીપ ક્રીમ
  11. સ્ટ્રોબેરી એસેન્સ અને કલર
  12. ચોકલેટ વમીસેલી સેવ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં બટર અને દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લો.

  2. 2

    હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર અને સોડા નાખી મિક્સ કરી લો.

  3. 3

    હેન્ડ બીટર થી બરાબર હલાવી મિક્સ કરી લો.

  4. 4

    હવે જરુર મુજબ દૂધ નાખી મિશ્રણ તૈયાર કરો.

  5. 5

    હવે કેક ટીન માં તેલ લગાવી મેંદો ‌ભભરાવી ડસ્ટિગ કરી લો પછી તેમા બેટર નાખી બરાબર ફેલાવી દો.

  6. 6

    હવે ઓવન ને ૧૮૦ ડીગ્રી ઉપર ૧૦ મિનિટ માટે પ્રિહીટ કરી પછી કેક ટીન મૂકી તેને ૩૦ મિનિટ માટે બેક કરો.

  7. 7

    હવે કેક થાય એટલે તેને ટૂથપીક નાખી ચેક કરી લો.

  8. 8

    કેકને ઠંડી થવા દો.

  9. 9

    હવે ક્રીમ ને વ્હીપ કરો અને તેમાં સ્ટ્રોબેરી કલર અને એસેન્સ નાખી મિક્સ કરી લો.

  10. 10

    હવે ટ્રફલ બનાવવા માટે એક વાસણમાં ફેશ ક્રીમ ને ગરમ કરો અને ચોકલેટ મા મિક્સ કરી લો. ચોકલેટ મેલ્ટ થાય એટલે ટ્રફલ તૈયાર છે.

  11. 11

    કેક ઠંડી થયા પછી તેના બે ભાગ કરી લો અને વચ્ચે સ્ટ્રોબેરી ક્રીમ લગાવો પછી બીજુ કેકનુ લેયર ઉપર મૂકી ફરી ક્રીમ પાથરી દો.

  12. 12

    હવે કેક ઉપર ટ્રફલ રેડીને ફેલાવી દો.

  13. 13

    ઉપર ક્રીમ થી સજાવી લો. ચોકલેટ વમીસેલી સેવ ભભરાવો.

  14. 14

    તૈયાર છે યમ્મી સ્ટ્રોબેરી ચોકલેટ ટ્રફલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes