મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#walnuts
#cookpadindia
#cookpadgujarati
#tart
#nobaketart
#nobakedessert

એક ઇન્સ્ટન્ટ સુપર યમી ટાર્ટ કોમ્બીનેશન અખરોટ સાથે બનાવ્યું છે. ટાર્ટ બેઝ બેક કર્યા વગર લીધો છે. અને હોમમેડ ક્રીમ ચીઝ ફીલીંગમાં વાપર્યું છે...

બેઝમાં અખરોટ સાથે માઇલ્ડ ચોકલેટ અને કોફીનું સુપર કોમ્બીનેશન છે..
જ્યારે ફીલીંગમાં ક્રીમ ચીઝ સાથે સ્ટ્રોબેરીનું સુપર કોમ્બીનેશન છે...

ઓવરઓલ બધાનો સાથે અદ્દભૂત સ્વાદ બને છે..
ટ્રાય કરવા જેવું ડેઝર્ટ છે...

મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)

#walnuts
#cookpadindia
#cookpadgujarati
#tart
#nobaketart
#nobakedessert

એક ઇન્સ્ટન્ટ સુપર યમી ટાર્ટ કોમ્બીનેશન અખરોટ સાથે બનાવ્યું છે. ટાર્ટ બેઝ બેક કર્યા વગર લીધો છે. અને હોમમેડ ક્રીમ ચીઝ ફીલીંગમાં વાપર્યું છે...

બેઝમાં અખરોટ સાથે માઇલ્ડ ચોકલેટ અને કોફીનું સુપર કોમ્બીનેશન છે..
જ્યારે ફીલીંગમાં ક્રીમ ચીઝ સાથે સ્ટ્રોબેરીનું સુપર કોમ્બીનેશન છે...

ઓવરઓલ બધાનો સાથે અદ્દભૂત સ્વાદ બને છે..
ટ્રાય કરવા જેવું ડેઝર્ટ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4-5 વ્યક્તિ
  1. ✅ટાર્ટ બેઝ માટે,
  2. 120 ગ્રામકોફી ફ્લેવરના હાઇડ એન્ડ સીક બિસ્કીટ
  3. 8-10અખરોટ
  4. 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  5. 1-2 ટેબલ સ્પૂનમેલ્ટેડ બટર
  6. 1/2 ટીસ્પૂનકોફી પાઉડર
  7. ✅ચીઝ ક્રીમ ફીલીંગ માટે,
  8. 1લીટર ફૂલ ક્રીમ દૂધ
  9. 1લીંબુનો રસ
  10. 2 ચમચીપાણી
  11. ચપટીમીઠું
  12. 1/2 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ
  13. 1-2 ટેબલ સ્પૂનપનીર બનાવતા નીકળેલું પાણી
  14. 4 ટેબલ સ્પૂનઆઇસીંગ ખાંડ
  15. 1/2 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  16. 1 કપવ્હીપ્ડ ક્રિમ
  17. ✅સજાવવા માટે,
  18. 200-300 ગ્રામતાજી સ્ટ્રોબેરી
  19. 2 ચમચીકાળી સૂકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ➡️બેઝ માટે, એક નીચેથી અલગ થાય તેવી ટાર્ટ પ્લેટ લેવી. અખરોટને ફોલી કોરા જ શેકી લેવા.

  2. 2

    ચોપરમાં બધા બિસ્કીટ ને ક્રશ કરી લેવા. એ જ રીતે બધા અખરોટને ક્રશ કરવા. થોડા ક્રશ થાય એટલે 2 ચમચી જેટલી ચોપ્ડ અખરોટ અલગ કાઢવા.

  3. 3

    બાકીના અખરોટને થાય તેટલા ઝીણા ક્રશ કરવા.

  4. 4

    એક બાઉલમાં અખરોટનો ભૂકો, બિસ્કીટનો ભૂકો, દળેલી ખાંડ, કોફી પાઉડર, પીગળેલું માખણ નાખી બરાબર મિક્સ કરવું.

  5. 5

    મિશ્રણને ટાર્ટ પ્લેટમાં કાઢી એકદમ ભાર આપી દબાવી બધી બાજુ ફેલાવી લેવું. પછી પ્લેટને અડધા કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવી.

  6. 6

    ➡️ફીલીંગ માટે, વ્હીપ્ડ ક્રીમ ને બીટરથી ચર્ન કરી તૈયાર કરવું.

  7. 7

    હવે આપણે ક્રીમ ચીઝ બનાવીશું. તે માટે દૂધને ગરમ થવા મૂકવું. લીંબુના રસમાં 2 ચમચી જેટલું પાણી નાખવું. દૂધનો ઊભરો આવે એટલે ગેસ બંધ કરી 1-1 ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવતા જવું. પનીર અલગ થઇ જાય એટલે કપડું મૂકી ગરણીથી ગાળી લેવું. પનીરમાંથી દબાવીને પાણી ના નીકાળવું. અને પનીર ને ધોવું પણ નહીં. કારણ ક્રીમ ચીઝ માટે થોડું પાણી અને ખટાશ જરુરી છે.

  8. 8

    નીકળેલા પનીર ને મિક્સરના જારમાં લઇ તેમાં મીઠું, આઇસીંગ ખાંડ, ઓલિવ ઓઇલ, વેનીલા એસેન્સ, અને પનીરનું પાણી ઉમેરી બિલકુલ સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી પીસી લેવું. ક્રીમ ચીઝ તૈયાર છે. તેને તૈયાર કરેલા વ્હીપ્ડ ક્રિમમાં ઉમેરી ફરી બીટરથી ફીણી લેવું.

  9. 9

    હવે ટાર્ટ પ્લેટને બહાર કાઢી બનેલું ક્રીમ તેના પર ફેલાવીને એકસરખું પાથરી લેવું. પાઇપીંગ બેગમાં થોડું ભરી કિનારી પર ડિઝાઇન કરવી.

  10. 10

    સ્ટ્રોબેરી ને લાંબી ચીપ્સમાં સમારવી. તેને ક્રીમ ઉપર ફ્લાવરની ડિઝાઇન બને તેમ ગોઠવવી. થોડીક કાળી દ્રાક્ષ વચ્ચે ગોઠવો. તમને ગમે તે ફ્રૂટ્સ આકર્ષક લાગે તેવા ક્રીમ સાથે લઇ શકો. હવે રેડી ટાર્ટને ફ્રીઝમાં 1/2 થી 1 કલાક ઠંડું થવા દો.

  11. 11

    પછી બહાર કાઢી ચપ્પાથી કટ કરી સર્વ કરો. જમ્યા પછી ડેઝર્ટ માં આ ટાર્ટ ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes