રસગુલ્લા (Rasgulla recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#મિલ્કી

રસગુલ્લા (Rasgulla recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદૂધ
  2. લીંબુ નો રસ
  3. ૧/૨ કપપાણી
  4. ૩ કપખાંડ
  5. ૮ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી લો. લીંબુ નો રસ કાઢી તેમાં પાણી ઉમેરી લો. આ મિશ્રણને ગરમ દૂધમાં ઉમેરીને બરાબર હલાવો જેથી દૂધ માં થી પનીર છુટું પડી જશે. હવે પનીર ને ગરણી માં કપડું મુકી ગાળી લો પછી તેને ૩ થી ૪ ગ્લાસ ઠંડા પાણીથી ધોઈ લો પછી તેને બાંધી ને પાણી નીતારી જાય ત્યાં સુધી રહેવા દો.

  2. 2

    આ રીતે તૈયાર કરેલા પનીર ને મિક્ષ્ચર જાર માં લઇ એકદમ લીસું થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરી લો. પછી તેમાં થી લખોટી જેવડા ગોળા બનાવી લો.

  3. 3

    હવે એક પ્રેશર કુકર માં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. પછી તેમાં પનીર ના ગોળા ઉમેરી ઢાંકણ ઢાંકી ૨ થી ૩ વ્હીસલ કરી લો. કુકર ઠરે એટલે તેમાં થી રસગુલ્લા લઈ બીજી બનાવેલી ઠંડી ચાસણી માં ૨ થી ૩ કલાક સુધી રહેવા દો પછી ઠંડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes