રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#GA4 #Week24 ઘરની સામગ્રીથી જ બનેલા

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

#GA4 #Week24 ઘરની સામગ્રીથી જ બનેલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક૨૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1+1/2 લીટર ગાયનું દૂધ
  2. 1 1/2 કપ ખાંડ
  3. 6 કપ પાણી
  4. 1લીંબુ
  5. 2ટીપા ગુલાબજળ

રાંધવાની સૂચનાઓ

એક કલાક૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ મૂકવું એક ઉભરો આવે એટલે નીચે ઉતારી લેવું ૨ મિનિટ ઠંડુ થવા દેવું

  2. 2

    એક બાઉલમાં લીંબુનો રસ કાઢી તેમાં બે ચમચી પાણી ઉમેરો તેને દૂધમાં ધીમે ધીમે રેડતા જવું ચમચો હલાવતા જવું

  3. 3

    દૂધ ફાટવા આવે પછી તેને કપડાના ટુકડામાં ગાળી લેવું તે ગળાઈ જાય પછી પનીરને નળના પાણી નીચે ધોવું તેથી તેમાંથી ખટાશ નીકળી જશે

  4. 4

    ત્યાર પછી તેને દબાવીને પાણી નિતારી લેવું પછી નળની પાઈપ લાઈન પર લગાવીને રાખવું લગભગ 45 મિનિટ પછી તે સાવ નીતરી જશે તેને હથેળીની મદદથી મસળવું

  5. 5

    થોડું લીસુ થાય પછી તેમાં ૧ ચમચી ખાંડ ઉમેરવી અને હળવા હાથે મિક્સ કરવું બીજી બાજુ ગેસ પર ચાસણી બનાવવા ખાંડ અને પાણી મૂકી દેવા તે થોડી ઓગળે પછી તેમાંથી એક કપ જેટલી ચાસણી કાઢી લે તેને ફ્રીઝરમાં મૂકવી

  6. 6

    પનીરના ગોળા વાળવા ચાસણી ઉપડે એટલે ફાસ્ટ ગેસ પર એક એક કરીને વારાફરથી પનીરના ગોળા તેમાં ઉમેરવા તપેલા પર ઢાંકણ ઢાંકી દેવું

  7. 7

    પાંચ મિનિટ પછી ઢાકણ ઉતારી ફ્રીઝરમાં માં રાખેલું ચાસણી તેમાં ચમચીથી થોડી થોડી ઉમેરવી ગેસ નો તાપ મીડીયમ કરવો ફરી પાછું પાંચ મિનીટ ઢાંકી ઢાંકણ ખોલી બાકી વધેલી ઠંડી ચાસણી ઉમેરી ગેસ બંધ કરી દેવો

  8. 8

    તપેલાને ગેસ પરથી ઉતારી ઠંડા પાણીની બરફ નાખેલી થાળીમાં મૂકીને તરત ઠંડુ કરવું તો તૈયાર છે spongy રસગુલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes