રસગુલ્લા(rasgulla recipe in gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
૪ લોકો
  1. ૧ લિટરગાય નું દુધ
  2. ૧ tbspલીંબુ નો રસ
  3. ૧ tbspમેંદો
  4. ૧ કપખાંડ
  5. ૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    એક તપેલી માં દુધ લઈ તેને ગરમ કરો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં લીંબુ નો રસ નાખી ધીમે ધીમે હલાવો.

  2. 2

    દુધ માંથી પાણી અલગ થવા લાગશે. દુધ માંથી પાણી અલગ થઈ જાય એટલે તેને એક મલમલ ના કપડા માં નાખી બધું પાણી નીતારી લેવું.

  3. 3

    પાણી નીતારી લો. હવે લીંબુ ની ખટાશ નીકળી જાય તેના માટે તેમાં ઠંડા પાણી નાખવું. હવે સરખું પાણી નિતારી લેવું.

  4. 4

    હવે મિશ્રણ ને થાળી માં લઈ ને તેમાં મેંદો નાખી સરખું મિક્સ કરવું. હથેળી ની મદદ થી ૫ મિનિટ સરખું મસરવું.

  5. 5

    હવે મિશ્રણ માંથી નાના નાના ગોળા બનાવી લેવા.

  6. 6

    હવે એક મોટી તપેલી માં ખાંડ અને પાણી નાખી ગેસ પર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ગોળા ધીમે ધીમે નાખવા અને ઢાંકણ ઢાંકી ૮ મિનિટ સુધી ગેસ ફૂલ રાખી કૂક કરવા.

  7. 7

    હવે ગેસ બંધ કરી થોડું ઠંડું થઈ એટલે એક બાઉલ માં લઇ ને ફ્રિજ માં ઠંડા કરવા મુકવા. ઠંડા થઇ જાય એટલે સર્વ કરવા તો તૈયાર છે રસગુલ્લા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes