રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળ લઈ કૂકરમાં બાફી લો. દાળ બફાઈ જાય પછી એની અંદર મીઠું, હળદર, આદુ, મરચાં, લીંબુ,ટમેટૂ, એક ગ્લાસ પાણી અને થોડો ગોળ બધું જ નાખી એકદમ ક્રશ કરી લો.
- 2
હવે એક તપેલામાં તેલ મૂકો એની અંદર રાઈ,જીરુ, હિંગ, તજ, બાદિયાન બધું નાખી દાળ નો વઘાર કરો અને દાળને પાંચ મિનીટ સુધી ઉકળવા દો. તૈયાર છે આપણી તુવેરની દાળ.
- 3
હવે ભરેલા રીંગણા બટેટા નું શાક.... બનાવીશું. સૌપ્રથમ રીંગણા બટેટા ને ઉભા કાપા મારી આખા જ રાખો. બીજી તરફ એક વાસણમાં ઝીણી સમારેલી કોથમીર, મરચું, હળદર, ધાણાજીરૂ,લીંબુનો રસ,ખાંડ,સીંગદાણાનો ભૂકો, ટમેટૂ, થોડો લસણ નો પાવડર અથવા લસણ ક્રશ કરેલું અને સ્વાદ અનુસાર મીઠું તેમજ એક ચમચી તેલ નાખીને મસાલો તૈયાર કરો.
- 4
હવે આ તૈયાર થયેલ મસાલામાંથી રીંગણા અને બટેટા ને વચ્ચેથી કાપો માર્યો છે, એની અંદર ભરો. હવે કુકરમાં ૩ થી ૪ ચમચા તેલ નાખી રાઈ, જીરું,હિંગ નો વઘાર કરી,રીંગણા બટેટા નો વઘાર કરો તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને ત્રણ વિશલ થવા દો.
- 5
હવે ત્રણ વિશલ થઈ ગયા બાદ પાંચ મિનિટ પછી કુકર ખોલી નાખો. તૈયાર છે આપણું કાઠીયાવાડી ભરેલા રીંગણા બટેટા નું શાક.
- 6
કાચા પપૈયાને છાલ ઉતારીને ખમણી લો. એક મરચાના લાંબા ચિરા કરો. ત્યારબાદ એક લોયામાં એક ચમચી તેલ મૂકી રાઈ, જીરૂનો વઘાર મૂકી પપૈયા અને મરચાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સહેજ હળદર નાખી હલાવો. પાંચ મિનિટ રહેવા દો તૈયાર છે આપણો સંભારો....
- 7
એક તપેલામાં એક વાટકી ચોખા લઈ એને સરસ ધોઈ લો. ત્યારબાદ તેમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખી બાફી લો. દસ મિનિટ બાદ તૈયાર છે આપણા ભાત... હવે તૈયાર થયેલા ભાત ને ચારણીમાં રાખી દો, એટલે એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને ભાત પણ છુટ્ટો થશે.
- 8
એક કાથરોટ માં ઘઉંનો ઝીણો લોટ લઇ તેમાં પાણી નાખી મીડીયમ કડક લોટ બાંધો.લોટને ૧૦ થી ૧૫ મિનીટ એમ જ રહેવા દો.ત્યારબાદ એક ચમચી તેલ નાખીને લોટને કુણવો. હવે આ લોટમાંથી લુઆ બનાવી તેની રોટલી વણો અને તાવડી પર કે લોઢી પર રોટલીને સેકો. રોટલી બની ગયા બાદ ઉપર ઘી ચોપડી સર્વ કરો....
- 9
તો ફ્રેન્ડ રેડી છે આપણી કાઠીયાવાડી ફુલ થાળી..... હવે એક થાળીમાં દાળ, ભાત,શાક,રોટલી,સંભારો, તળેલા,મરચાં,લીંબુ, ગોળ,અથાણું,છાશ,પાપડ,બધુ મૂકી થાળીમાં સજાઓ અને ઘરના લોકોને ખવડાવો અને તમારી રસોઈ ના વખાણ સાંભળો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
કાઠીયાવાડી શનિવાર સ્પેશ્યલ થાળી
#એનિવર્સરી#વીક ૩# મેૈન કોર્સ#Post 1અમારા કાઠીયાવાડમાં મોટાભાગે શનિવારે બપોરે જમવામાં આ ડિશ બનતી હોય છે. ફૂલ ડીશ નું અર્થ થાય કે જે થાળીમાંથી આપણે જરૂર મુજબ બધા વિટામિન મળી રહે તો આ એક એવી છ ખૂબ હેલ્ધી અને આપને જરૂરિયાત મુજબના બધા વિટામિન મળી રહે તેવી ડિશ છે Bansi Kotecha -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)