રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શાક માટે.....
  2. પાંચથી છ બટેટા
  3. 2નાના ટમેટા
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. ૧ નાની ચમચી મરચાનો પાવડર
  6. નાની અડધી ચમચી હળદર
  7. ચપટીરાઈ અને જીરું
  8. 1ચમચો તેલ
  9. કઢી બનાવવા માટે.....
  10. ૩ થી ૪ ગ્લાસ ખાટી છાશ
  11. ૧ ચમચો ચણાનો લોટ
  12. 1લીલું મરચું
  13. થોડું આદુ
  14. ૨ ચમચી ખાંડ
  15. ૧ ચમચો તેલ અને ઘી મિક્સ
  16. ચપટીજીરું અને મેથીના દાણા
  17. જીરા રાઈસબનાવવા માટે......
  18. પાંચથી સાત પાન મીઠો લીમડો
  19. ૧ વાટકો બાસમતી ચોખા
  20. ત્રણથી ચાર ગ્લાસ પાણી
  21. અડધી ચમચી ઘી
  22. ચપટીજીરું
  23. રોટલી બનાવવા માટે........
  24. 2વાટકા ઘઉંનો ઝીણો લોટ
  25. જરૂર મુજબ પાણી
  26. 1 ચમચીતેલ
  27. રોટલી પર ચોપડવામાં પૂરતું ઘી
  28. ગ્રીન સલાડ માટે......
  29. 1કાકડી
  30. 1ટમેટુ
  31. 1ડુંગળી
  32. 2-3નાની કેરી
  33. મેથીયા મરચાં
  34. ૧ વાટકો દહીં
  35. 1ગ્લાસ છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાનું શાક બનાવવા માટે બટેટાને બાફી લો.ઠંડા પડે એટલે છાલ ઉતારી ને સુધારી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી બટેટાવધારો. ત્યારબાદ તેની અંદર હળદર,મીઠું,મરચું નાખીને તેને હલાવો, તેની અંદર સુધારેલું ટમેટું પણ નાખો, ફરી હલાવી પાંચ મિનિટ રહેવા દો તૈયાર છે બટેટાનું શાક.

  2. 2

    કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં છાશ લો. એની અંદર ચણાનો લોટ નાખો, ત્યારબાદ આદુ મરચાં ની પેસ્ટ નાખી દો.સ્વાદ અનુસાર મીઠું નાખો, થોડી ખાંડ બધું,એકદમ મિક્સ કરીને કઢીને ઉકળવા મુકો. કઢી ઉઠે એટલે બીજા એક નાના લોયામાં ઘી અને તેલ મુકી તેની અંદર જીરું અને આખી મેથી નો વઘાર મૂકો સાથે લીમડાના પાન પણ નાખો અને ઉકાળેલી કઢીને તેમાં વઘારી લો. પાંચ મિનિટ રહેવા દો ત્યાર બાદ તૈયાર છે આપણી ગુજરાતી કઢી...

  3. 3

    જીરા રાઈસ બનાવવા માટે બાસમતી ચોખાને દસ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ સરખા ધોઈને ઉકળવા મુકો ૫ થી ૭ મિનિટમાં ચોખા બફાઈ જઈ અને ભાત બની જાય એટલે ચારણીમાં કાઢી લો. જેથી આપણા ભાત એકદમ છુટા બનશે. હવે એક નાની કડાઈ માં એક ચમચી ઘી મૂકી, તેમાં જીરું નાખો અને ભાતને એની અંદર નાખી હલાવી લો. રેડી છે આપણા જીરા રાઈસ.

  4. 4

    ફુલકા રોટલી બનાવવા માટે એક વાસણમાં રોટલીનો લોટ બાંધી લો. થોડીવારે ને એમ જ રહેવા દો. ત્યારબાદ તેના લોટમાંથી લુઆ બનાવો અને રોટલી વણી લો.ત્યારબાદ તવી પર શેકી અને ભઠ્ઠા પર ફુલાવો. ફુલકા રોટલી ઉપર દેશી ઘી લગાડો અને સર્વ કરો.

  5. 5

    ગ્રીન સલાડ બનાવવા માટે ટમેટાના ગોળ પતીકા કરો, ડુંગળીના ગોળ પતીકા કરો, કાકડીને ગોળ પતીકા કરીને સમારો, કાચી કેરીને સુધારો લીંબુ ના કટકા કરો. બધી જ વસ્તુને એક ડીશમાં સરસ ગોઠવી લો. રેડી છે આપણું ગ્રીન સલાડ.

  6. 6

    તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી ગુજરાતી થાળી જેમાં કઢી, જીરા રાઈસ, બટેટાનું શાક, ફુલકા રોટલી, ગ્રીન સલાડ, મેથીયા મરચાં, ગોળ, લીંબુ, લસણની ચટણી, દહીં, છાશ તથા પાપડ નો સમાવેશ કરવામાં આવ્યો છે... સાથે ભાવનગરી ગાંઠિયા અને જામનગરી ચણા ચોર ગરમ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

ટિપ્પણીઓ

Similar Recipes