રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને મગની દાળ મિક્સ કરી તેને એક કલાક માટે પલાળી દેવી કલાક પછી તેમાં નમક નાખી ને કુકર માં ખીચડી મૂકી દેવી પેલા ત્રણ સીટી વગાડવી પછી દસ મિનિટ ધીમા ગેસ ૩પર રાખવી
- 2
તો તૈયાર છે ખીચડી કઢી બનાવવા માટે એક બાઉલમાં છાશ લઈ એક ચમચી ચણાનો લોટ નાખો તેને બ્લેન્ડર કરી લેવું
- 3
એક તપેલી માં ઘી અને તેલ મૂકો રાઈ જીરું હિંગ લીમડો તજ લવિંગ તમાલપત્ર સુકા મરચા નાખી વઘાર કરવો તેમાં છાશનું બેટર ઉમેરી દેવુંપછી નમક હળદર ધાણાજીરૂ અને ગોળ અને આદુ મરચાની પેસ્ટ નાખી ઉકળવા દેવી તો તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી કઢી
- 4
સૌપ્રથમ ગેસ માં રીગણા રાખી ને શેકી લેવા એક ડીશ માં રીંગણા નો છૂંદો કરી નાખો ટમેટું અને ડુંગળીને જીણા સુધારી લેવા લસણની જીણા કટકા કરી લેવા
- 5
એક લોયામાં તેલ મૂકી હીંગ તથા લસણ નાંખવા પછી ડુંગળી અને ટમેટાં નાખવા બધી વસ્તુ સતળાઇ જાય પછી રીંગણા નો છુંદો ઉમેરોપછી હળદર ધાણાજીરુ ચટણી મીઠું અને ગળાશ ભાવતી હોય તો સહેજ ખાંડ ઉમેરવીઉ ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરવું તો તૈયાર છે આપણો ઓળો આમ તો ઓળા માં લીલી ડુંગળી નો ઉપયોગ કરીએ છીએ પણ અત્યારે મને લીલી ડુંગળી મળી નહી એટલે મેં સુકી ડુંગળી નો ઓળો બનાવ્યો છે તમે પણ જરૂર એક વખત ટ્રાય કર જોબહુ સરસ બને છે
- 6
સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી હીગ રાઇ અને જીરું અને લસણ મુકવા તેમાં ટમેટાં અને લીલુ મરચું ઉમેરી દેવા તેલમાં સાંતળવા દેવા થોડીવાર રહીને હળદર ચટણી મીઠું અને ખાંડ નાખવી પછી થોડું પાણી નાખી દેવું અને પછી સેવ ઉમેરી ચડવા દેવું
- 7
તો તૈયાર છે સેવ ટમેટાનું ખટ મીઠું શાક અમારે ત્યા કાઠ્યાવાડ માં લસણ વારૂ શાક ખુબજ ખવાઈ છે તેનો ટેસ્ટ પણ મસ્ત લાગે છે લસણથી આખા શાકનો સ્વાદ ફરી જાય છે અમારા ઘરમાં બધા શાકમાં લસણનો ઉપયોગ થાય છે
- 8
બટાટાને સુધારીને પીસ કરી લેવા કુકરમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ મુકવા
- 9
રાઈ જીરું તતડે એટલે બટેટા ઉમેરી દેવા પછી તેમાં હળદર ચટણી મીઠું ધાણાજીરું નાંખવું ૧ ગ્લાસ પાણી નાખી છ સીટી વગાડી લેવી તૈયાર છે બટેટાનું શાક ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરવું
- 10
કેરી નાના પીસ કરીને તેને ધોઈ ને તૈયાર કેરીનો મેથી મસાલો ચડાવી દો થોડું તેલ ઉમેરો
- 11
તૈયાર છે મસાલા કેરી એક ડીશમાં કોબી અને ટમેટું સુધારી લેવું તેમાં ચટણી ધાણાજીરું અને નિમક નાખવું તૈયાર છે કોબીનું સલાડ ડુંગળીના ગોળ પીસ કરી લેવા તેમાંય તીખા ની ભૂકી નમક અને લીંબુ નાખી દેવું તૈયાર છે ડુંગળીનું સલાડ
- 12
એક પાપડ લઈ અને શેકી લેવો તપેલીમાં થોડું તેલ મૂકી અને મરચા તળી લેવા અને તેમાં નમક છાંટી દેવું તૈયાર છે તરેલ મરચાને પાપડ
- 13
ઘરે બનાવેલું માખણ એક વાટકીમાં થોડું માખણ લઈ લેવુંતે રોટલા સાથે ખૂબ જ મજા આવે છે ખાવા મા 1 ગ્લાસ છાશ લઈ લેવી તેમાં મસાલો ઉમેરવો
- 14
સાઈડમાં થોડોક ગોળ લઇ લેવો રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે ' એક વાટકીમાં થોડા રાઈવાળા મરચા લેવા એક વાટકીમાં ગોળ કેરીનું અથાણું
- 15
અને તળેલા મરચા
- 16
૧ વાટકો બાજરાનો લોટ લઈને તેમાં થોડું નમક ઉમેરો પાણી નાંખીને એકદમ મસળી નાખો પાટલામાં લોટ છાંટી અને
- 17
રોટલો થાબડી લેવો ગરમ તાવડીમાં ધીમે થી નાંખી દેવો
- 18
બંને સાઇડ ચોડવીi ગેસમાં ફુલાવી લેવો પછી ઘી લગાડી લેવું તૈયાર છે રોટલો ભાખરી બનાવવા માટે ઝીણો લોટ ને જાડો લોટ નિમક અને મોણ ઉમેરી
- 19
કઠણ લોટ બાંધી લેવો પછી ભાખરી વણી તાવડી ઉપર ચોડવવા મૂકી દેવી
- 20
પછી ભાખરીના ડટાના મદદથી તેને પ્રેસ કરવી પછી ધી ચોપડી લેવું તૈયાર છે ભાખરી તો આ મારા ગુજરાતી લોકો નું કાઠીયાવાડી નું પેશિયલ ભાણુ છે સાંજના જમણવાર માટેનું તો તૈયાર છે ફ્રેન્ડ અમારા ગુજરાતી લોકોને મનભાવતી ગુજરાતી થાળી😋😋😋
- 21
ચલો ગુજરાતી થાળી જમવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
-
-
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
-
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (19)