રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાળ બનાવવા માટે
  2. 1દાળ
  3. લવિંગ
  4. બાદીયાનુફુલ એક
  5. ૧ ચમચી રાઈ જીરું મેથી
  6. અડધી ચમચી હળદર
  7. ચપટીહિંગ
  8. ચમચીહળદર અડધી
  9. ચમચીમરચું પાવડર અડધી
  10. 2સૂકા લાલ મરચા
  11. તે એક ચમચો
  12. લીંબુ અડધું
  13. દોઢ ચમચી ખાંડ
  14. 1ટમેટુ
  15. ટે લીલુ મરચુ એક
  16. ટુકડોઆદુનો
  17. ભાત બનાવવા માટે
  18. 1 કપચોખા
  19. 4ગ્લાસ પાણી
  20. વટાણા બટેટાનું શાક બનાવવા માટે
  21. અઢીસો વટાણા
  22. 2બટેટા
  23. 2ટમેટા
  24. ચમચીરાઈ અડધી
  25. 2ચમચા તેલ
  26. અડધી ચમચી હળદર
  27. મીઠું સ્વાદ પ્રમાણે
  28. 2 ચમચીમરચું પાવડર
  29. 1 ચમચીધાણાજીરું પાવડર
  30. પુરી બનાવવા માટે
  31. ૧ વાટકો ઘઉં નો લોટ
  32. મીઠું જરૂર પ્રમાણે
  33. અડધી ચમચી હળદર
  34. ચમચીમરચું પાવડર અડધી
  35. તેલ તળવા માટે
  36. ગાંઠીયા બનાવવા માટે
  37. 500 ગ્રામગાઠીયા નો લોટ
  38. 1 ચમચીઅજમાં
  39. ચમચીહિંગ અડધી
  40. મીઠું સ્વાદ અનુસાર
  41. 1 ચમચીગાંઠિયાના સોડા
  42. પાણી જરૂર પ્રમાણે
  43. બુંદી બનાવવા માટે
  44. 1બાઉલમાં લોટ
  45. ખાંડ ૧ બાઉલ
  46. 1 ચમચીએલચી પાવડર
  47. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને કૂકરમાં બાફી લો બફાઈ ગયા બાદ આદુ મરચા ટમેટા લીંબુ નાખીને નાખીને બ્લેન્ડર ફેરવો પછી એક તપેલામાં રાઈ જીરું મેથી લવિંગ બાદિયા સુકા મરચા હિંગ મરચું નાખીને વઘાર કરો ને થોડીવાર ઉકળવા દો તો તૈયાર છે દાળ

  2. 2

    સૌપ્રથમ એક તપેલામાં પાણી લઈ ને ચોખા સરસ મજાના ધોઈને નાખો પછી તેને ચડવા દો ચડી ગયા બાદ ચારણી મા ઓસા વો તો તૈયાર છે ભાત

  3. 3

    સૌપ્રથમ વટાણાને ફોલીને તેમાં બટેટા ની છાલ ઉતારીને કિસ કરો

  4. 4

    હવે કુકરમાં તેલ રાય મૂકીને વઘાર કરો પછી તેમાં સમારેલા ટમેટા મરચું મીઠું હળદર ધાણાજીરૂ નાખીને મિક્સ કરો અડધો ગ્લાસ પાણી નાખો બે થી ત્રણ વ્હીસલ વગાડી કૂકર ઠંડું પડવા દો તો તૈયાર છે વટાણા બટેટાનું શાક

  5. 5

    સૌપ્રથમ લોટમાં મીઠું હળદર મરચું તેલ નાખીને પાણીથી લોટ બાંધવો

  6. 6

    હવે તેમાંથી લૂઓ લઇનને ગોરણા વાળો હવે તેમાંથી પૂરી વણીને તેલમાં તળી લો

  7. 7

    સૌપ્રથમ એક તપેલામાં ચણાનો લોટ લઈ પાણી નાખીને ખીરું તૈયાર કરો ખીરુ બહુ જાડુ નહીં ઢીલું નહીં તેવું રાખવાનું

  8. 8

    હવે કાણા વાળા છીબાથી ગુંદી પાડો બદામી કલરની થાય ત્યાં સુધી રાખો

  9. 9

    એક પેનમાં ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી નાખો ને એક તાર ની ચાસણી કરો ચાસણી થઈ ગયા બાદ તેમાં બુંદી એડ કરો સરખી રીતે મિક્સ કરો તો તૈયાર છે બુદી

  10. 10

    સૌપ્રથમ સોડા અને મીઠું શેકી લો હવે તેમાં શેકેલ સોડા મીઠું હિંગ તેલ નાખીને પાણીથી લોટ બાંધવો બહુ ઢીલો ને બહુ કઠણ ની તેઓ રાખો

  11. 11

    લોયા માં તેલ મૂકી ને ઝારા ની મદદથી ગાંઠીયા પાડો તો તૈયાર છે ગાંઠીયા

  12. 12

    તો ફ્રેન્ડ તૈયાર છે આપણી ગુજરાતી થાળી હવે એક થાળીમાં દાળ ભાત શાક પુરી ગુંદી ગાંઠીયા સલાડ કેરી મમરી તળેલા મરચાં છાશ બધું મૂકીને ડેકોરેશન કરીને ઘરનાને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes