વઘારેલી રોટલી

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#માઇલંચ
#goldenappron3
Week 10
#leftover
#curd
આજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય..

વઘારેલી રોટલી

#માઇલંચ
#goldenappron3
Week 10
#leftover
#curd
આજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5નંગ રોટલી
  2. 1/2વાટકી દહીં
  3. 1ડુંગળી
  4. 1 ચમચીવાટેલું લસણ
  5. 1ટામેટું
  6. 1લીલું મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીરાઈ અને જીરું
  12. 1/4 ચમચીહિંગ
  13. 1 ચમચીસમારેલી કોથમીર
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી નાં ટુકડા કરી લો હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને અંદર લસણ વાટેલું અને ડુંગળી નાખી ને બરાબર ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો.. હવે ટામેટા અને મરચું સમારેલું નાખી ને સાંતળી લો..

  2. 2

    હવે બધો મસાલો કરી લો અને મિક્સ કરી લો હવે એક વાટકી પાણી ઉમેરીને બરાબર ઉકળે એટલે તેમાં દહીં ઉમેરીને હલાવી લો હવે રોટલી ના ટુકડા ઉમેરીને ને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    બસ હવે તેલ છુટું પડે એટલે ઉતારી લેવું અને ગરમાગરમ પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes