ફરાળી કટલેટ

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લોકડાઉન
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટ
માં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે.

ફરાળી કટલેટ

#લોકડાઉન
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટ
માં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ સાબુદાણા
  2. ૫ નંગ બાફેલા બટાકા નો માવો
  3. ૧.૫ વાટકી શેકેલા શીંગદાણા નો ભૂકો
  4. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચી તલ
  6. સિંધવ મીઠું સ્વાદમુજબ
  7. ૧ લીંબુ નો રસ
  8. ૨-૩ ચમચી દળેલી ખાંડ
  9. કઢી લીમડા ના પત્તા
  10. ૧ ચમચી વરીયાળી
  11. ૧/૨ ચમચી મરી પાઉડર
  12. ૧ ચમચી જીરૂ
  13. ૨ ચમચી કોપરા ની છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબૂદાણા ધોઈ ને થોડું પાણી નાખી ૮-૧૦ કલાક માટે પલાળવા જેથી કોરા રહે ચીકણા ન થાય

  2. 2

    હવે સાબૂદાણા બટાકા ના માવા અને શીંગદાણા ના ભૂકા માં બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું

  3. 3

    હવે કઢી લીમડા ના કુમળા પત્તા નાખી બરાબર મિક્ષ કરવું કુમળા પત્તા ન હોય તો કાપી ને નાખવાં

  4. 4

    હવે કટલેટ કટર થી શેપ આપી કટલેટ બનાવી લેવી

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી મીડીયમ તાપે શેકી લેવી

  6. 6

    કોપરા ની ચટણી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes