હોમ મેડ કુકર પાવ (Pav in cooker Recipe In Gujarati)

Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપદૂધ (185 ml)
  2. 1 ટી સ્પૂનખાંડ
  3. 3/4 ટી સ્પૂનયીસ્ટ
  4. 1.5 કપમેંદો (220ગ્રામ)
  5. 1/4 ટી સ્પૂનનિમક
  6. બટર જરૂર મુજબ
  7. થોડું દૂધ ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બૉંઉલ માં દૂધ ખાંડ અને યીસ્ટ લય ને બધું બરાબર મિક્સ કરો હવે તેને 5 મિનિટ સુધી ઢાંકી દો હવે તે મિશ્રણ ને ફરી બરાબર હલાવો મિક્સ કરો જેથી તેમાં યીસ્ટ ઓગળી જાય હવે તેમાં મેંદો અને નિમક નાખી ને લોટ બાંધો લોટ એક દમ સોફ્ટ બાંધવા નો અને તેને 10મિનિટ સુધી મસળો હવે તેમાં 3/4 ચમચી બટર નાખી ફરી લોટ ને 10મિનિટ મસળો જ્યાં સુધી લોટ બૉંઉલ ન છોડે ત્યાં સુધી તેને ખુબ મસળો અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરો હવે તે લોટ ને એક કાચ ના બોઉલ માં લય તેને પ્લાસ્ટિક ની કોથળી વડે પેક કરી અને 1 કલાક સુધી રેસ્ટ આપો

  2. 2

    બૉંઉલ માં હવા ન જાય એવી રીતે પેક કરો 1 કલાક રેસ્ટ આપીયા બાદ તમે બૉંઉલ માંથી કોથળી કાઢી ને જોશો તો લોટ એકદમ સરસ ફૂલી ગયો હશે અને બૉંઉલ માં સેટ થય ગયો હશે હવે તે લોટ ને ફરી 15 મિનિટ સુધી મસરો ત્યાર બાદ તેના નાના નાના ગોરા વારી એક ટીન ની પ્લેટ માં ઘી લગાવી ને થોડા થોડા અંતર એ ગોરા મુકો હવે બ્રશ ની મદદ થી તેના ઉપર બટર લગાવી ને ફરી પ્લાસ્ટી ની મદદ થી તેને રેપ કરી ને 20મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ તે પ્લાસસ્ટીક કાઢી બ્રશ ની મદદ થી દૂધ લગાવો જેથી પાવ સાઈનિંગ વાળા થશે

  3. 3

    હવે એક કુકર માં 2 કપ રેતી અથવા નિમક નાખી ને 10 મિનિટ ગરમ કરો હવે તૈયાર કરેલી પાવ ની પ્લેટ ને કાઠો મૂકી ઉપર પાવ ની પ્લેટ મૂકી 40મિનિટ ધીમા ગેસ એ ચડવા દો પાવ ચડી જાય એટલે તેના ઉપર ફરી બટર લગાવો અને 10 મિનિટ પછી પ્લેટ માંથી કાઢી લો... તો તૈયાર છે બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી પાવ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk
પર

ટિપ્પણીઓ

Similar Recipes