નાચોસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ પાણી
  2. ૧ ૧/૪ કપ ચોખા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ટે. સ્પૂન તેલ
  5. ૨ ટે. સ્પૂન મેગી મસાલો
  6. ૧/૨ ટે. સ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટે. સ્પૂન ચાટ મસાલો
  8. ૧/૪ ટે. સ્પૂન મીઠું
  9. ૧/૪ ટે. સ્પૂન મરી પાઉડર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં મેગી મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું, ચાટ મસાલો અને મરી પાઉડર લઈ તેને મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  2. 2

    હવે એક પેન માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી ઉકળવા દો.

  3. 3

    પાણી ઉકળી જાય પછી તેમાં ચોખા નો લોટ ઉમેરી ને હલાવો.ત્યાર બાદ તેને એક મિનિટ માટે ચડવા દો.

  4. 4

    હવે લોટ નાં મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી તેલ વાળો હાથ કરી તેને લોટ ની જેમ તૈયાર કરો.

  5. 5

    ત્યાર બાદ તેની રોટલી વણી ને નાના - નાના ત્રિકોણ કાપી ને કાટા ચમચી વડે કાળા કરી ને બદામી રંગ ના તળી લો.

  6. 6

    ત્યાર પછી એક મોટા વાટકા માં કાઢી ને બનાવેલો મસાલો તેમાં ઉમેરી તેને હલાવો.ક્રિસ્પી નચોસ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikki Panchmatiya
Nikki Panchmatiya @cook_21966836
પર

ટિપ્પણીઓ

Similar Recipes