રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીરકાચી કેરી ના કટકા આદુ મરચાં લસણ શેકેલા જીરું ફુદીનો શેકેલાં સીંગદાણા દાળિયા મરી પાવડર મીઠું નાખી પીસી લો અને ચટણી વાટકા મા કાઢી લો
- 2
ગળી ચટણી બનાવવા માટે ખજૂર આમલી ગોળ ને ઉકાળી લો અને પછી ઠંડુ થવા દો પછી તેને મિક્સર જારમાં નાખી પીસી લેવું અને ચટણી નાની પ્લેટ માં કાઢી લો
- 3
- 4
ટામેટા કેચ અપ માટે ટમેટા ને કટકા કરવા ગેસ પર કુકર માં અડધો કપ પાણી ખાંડ નાખી બે સીટી વાગે ત્યાં સુધી ઉકળવા દો કુકર માંથી ટમેટા એક થાળી ઉપર કાના વાળા પ્લેટ મા કાઢી નાખવા અને મસળી નાખી છોત્રા કાઢી નાખવા આ સોસ વાટકી કાઢી લો
- 5
સેન્ડવીચ મસાલો બનાવવા માટે બાફેલા બટાકા ને છાલ કાઢી લેવી અને બારીક સમારી લેવા ડુંગરી બારીક સમારી લેવી અને પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હલાવી તેમા ડુંગળી નાખી સાંતળો પછી તેમા બાફેલા વટાણા નાખી હલાવી તેમા હળદર મીઠું સ્વાદ મુજબ ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર મરી પાવડર ગરમ મસાલો લીંબુ નો રસ આમલી નો રસ નાખી હલાવી તેમા બાફેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી લો
- 6
આ મસાલો પ્લેટ માં કાઢી લો
- 7
સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ ની સ્લાઈસ પર તૈયાર કરવામાં આવેલા આલુ મટર સેન્ડવીચ મસાલો મૂકી ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મુકો અને ત્યારબાદ સેન્ડવીચ ટોસ્ટ ર ને એક મિનિટ સુધી ફ્રી હિટ કરો ટોસ્ટ ર માં બટર લગાવી લો અને મસાલો ભરેલી બ્રેડ સ્લાઈસ મૂકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લેવી
- 8
આ શેકેલી સેન્ડવીચ બાર કાઢી પ્લેટ માં લઈ લીલી ચટણી ગળી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ