સ્પ્રાઉટ્સ પરાઠા

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#લોકડાઉન
#લોકડાઉન માં શાકભાજી મળવા મુશ્કેલ છે. આ તકલીફ ના સમય માં ઘર ના લોકોને કોઈ કમી મેહસૂસ થવી ના જોઈએ. મે આજે ફણગાવેલા મગ - ચણા ના સ્પાઈસી, પોષ્ટિક અને સ્વાદિષ્ટ પરાઠા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે.

સ્પ્રાઉટ્સ પરાઠા

#લોકડાઉન
#લોકડાઉન માં શાકભાજી મળવા મુશ્કેલ છે. આ તકલીફ ના સમય માં ઘર ના લોકોને કોઈ કમી મેહસૂસ થવી ના જોઈએ. મે આજે ફણગાવેલા મગ - ચણા ના સ્પાઈસી, પોષ્ટિક અને સ્વાદિષ્ટ પરાઠા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 પરાઠા
  1. પરાઠા :
  2. 1કપ ઘઉં નો લોટ
  3. 1ટી સ્પૂન+4 ટેબલ સ્પૂન તેલ
  4. સ્ટફીંગ :
  5. 4ટેબલ સ્પૂન ફણગાવેલા બાફેલા મગ
  6. 4ટેબલ સ્પૂન ફણગાવેલા બાફેલા ચણા
  7. 1ટેબલ સ્પૂન તેલ
  8. મસાલો :
  9. 1/2કપ ફુદીનો
  10. 1/2કપ કોથમીર
  11. 5-6લીલા મરચા
  12. 1ટી સ્પૂન મીઠું
  13. 1ટી સ્પૂન સંચળ
  14. 1ટી સ્પૂન શેકેલું જીરૂ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ફુદીનો, કોથમીર, લીલા મરચા, મીઠું, સંચળ, શેકેલું જીરૂ અને 1 ટેબલ સ્પૂન પાણી નાખી મિક્સર ના જારમાં વાટી લો.

  2. 2

    ઘઉં ના લોટ માં 1 ટી સ્પૂન તેલ નાખી મિક્સ કરી લો. વાટેલા મસાલા નો અડધો ભાગ લોટ માં નાખી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધી લો.10 મિનિટ ઢાંકી ને રાખો.

  3. 3

    હવે મિક્સર ના જારમાં ફણગાવેલા બાફેલા ચણા અધકચરા વાટી લો.

  4. 4

    એક કડાઈ માં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો. એમાં વાટેલા ચણા અને મગ નાખો. વાટેલો અડધો મસાલો નાખી મિક્સ કરી લો. ગેસ બંધ કરી સ્ટફીંગ ઠંડુ થવા દો.

  5. 5

    બાંધેલા લોટ ના ચાર ભાગ કરો. એક ભાગ લો, પુરી જેટલું વણી લો. વચમાં સ્ટફિંગ મૂકી ચારે તરફથી ભેગુ કરી બંધ કરી વણી લો. ગરમ તવી ઉપર મધ્યમ તાપે બંન્ને સાઇડ થી થોડું સેકી, તેલ નાખી ગોલ્ડન ક્રિસ્પી સેકી લો.

  6. 6

    ગરમ ગરમ પરાઠા દહીં સાથે સર્વ કરો.

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes