શેર કરો

ઘટકો

૫ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૮૦૦ગ્રામ બટેક
  3. ૨૫૦ ગ્રામ વટાણા
  4. ૧ નાની વાટકી કોથમીર
  5. બટેકા ના મસાલા માટે ની સામગ્રી...
  6. ૮૦૦ગ્રામ બટેકા
  7. ૨૫૦ ગ્રામ લીલાં વટાણા
  8. ૩ નંગ લીલાં મરચાં
  9. ૧ મોટો ટૂકડો આદુ નો
  10. ૧ ચમચી તેલ
  11. 2 નાની ચમચીઆમચૂર પાઉડર
  12. ૧ નાની ચમચી ગરમ મસાલો
  13. ૨ નાની ચમચી મરચું પાવડર
  14. ૩ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  15. ૪ નાની ચમચી નિમક
  16. મેદાનો લોટ બાંધવા માટે ની સામગ્રી.....
  17. ૫૦૦ ગ્રામ મેંદો
  18. ૨ નાની ચમચી નિમક
  19. ૪ મોટા ચમચા તેલ મોણ માટે
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા નો...માપ મુજબ તેલ,નિમક નાખવું...જરૂર મુજબ પાણી નાખી લોટ માપસર બાંધવો.. લોટ બાંધી ૨૦ મિનિટ ઢાંકી ને રાખી દેવો...

  2. 2

    બટેકા આખા બાફી લેવા..નિમક થોડું નાખવું..પાણી ચડે નય તેનું ધ્યાન રાખવું...કડક બાફવા...એક કડાઈ મા ૧ ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખવી ત્યાર બાદ તેમાં થોડું નિમક નાખવું.. ત્યાર બાદ વટાણા નાખવા...થોડી વાર હલાવી ૧ ચમચી પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દેવું... વટાણા ચડી જાય પછી તેમાં બધા મસાલા માપ મુજબ નાખી બટેકા નો છું દેલો મસાલો નાખવો... મસાલો એકદમ ડ્રાય થવો જોઈએ.. પછી બધું મિક્સ કરી દેવું...પછી તેને ઠારવા દેવું....

  3. 3
  4. 4

    એક ગુંડલું લેવું તેની રોટલી વણવી તેમાં થી લંબચોરસ સેપ આપવો.. ફોટામાં આપ્યા તે પ્રમાણે મસાલો મુકવો ત્યારબાદ તેનો એક સાઈડ રોલ વાળી..બીજી બાજુ કાપા પાડવા.. છેડા સુધી કાપા લઈ ન જવા.... પછી તેનો રોલ વાળવો.. રોલ વડાય જાય પછી તેની ગોડાઈ આપવી.. રોલ બંને છેડે. મેંદાના લોટ મા પાણી નાખી પાતળું લય બનાવવું..

  5. 5

    તે લય મા રોલ ના બને છેડા ને ડીપ કરવું. પછી તેનો રાઉન્ડ શેપ આપવો.. પછી લાસ્ટ માં જ્યાં છેડે ડીપ કરેલું જોઈન્ટ કર્યું હોય ત્યાં એક પાતડી પટી લગાડવી... પછી તૈયાર છે રાઉન્ડ શેપમાં સમોસા...

  6. 6

    આ રીતે તૈયાર છે રીંગ સમોસા.. પછી એક કડાઈમાં તેલ લેવું.. તેલ મીડીયમ આવે પછી તેમાં સમોસા નાખવા પછી તેને ફેરવું ગેસ ની flame સાવ ધીમે રાખવી.. સમોસા ને ફેરવ્યા કરવા.. લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા... પછી પ્લેટમાં કાઢી લેવા

  7. 7

    તૈયાર છે ક્રિસ્પી રીંગ સમોસા... તેને ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

ટિપ્પણીઓ (15)

Similar Recipes