કચ્છી મોહનથાળ

#ડીનર
#પોસ્ટ4
#cookpadindia
લોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ.
કચ્છી મોહનથાળ
#ડીનર
#પોસ્ટ4
#cookpadindia
લોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચારણી થી ચડી એક કથરોટ મા લઇ લો. હવે ધાબો દેવા દૂધ અને ઘી સેજ ગરમ કરી લો. ઘી ઓગળે એટલું જ ગરમ કરવું. ચણા ના લોટ મા આ ઘી અને દૂધ નું મિશ્રણ ઉમેરો અને બરાબર મસળી મસળી કણી બનાવી લો. નાની નાની ગાંઠી પડી જશે. હવે એને ઢાંકી ને 15-20 મિનિટ રહેવા દો.
- 2
ત્યાર બાદ આ લોટ ને ચોખા ચાડવાની ચાયની થી ચાળી લો. એક પેન મા 1/2 કપ ઘી ગરમ કરો.
- 3
એમાં ચાળેલો લોટ ઉમેરી સતત હલાવતા રહો. ગેસ એકદમ ધીમો રાખવો.
- 4
લોટ બરાબર સેકતા જાઓ. કણી કણી દેખાવા ની ચાલુ થઇ જશે.
- 5
લોટ સેકાવાની સુગંધ આવે અને કલર ઘાટો થાય અને લાગે કે લોટ સેકાઈ ગયો છે એટલે ગેસ બંધ કરી દો. અને મિશ્રણ ઠંડુ થવા દો. હવે ચાશની બનાવીશુ.
- 6
એક તપેલી મા 1/2 કપ ખાંડ અને 1/2 કપ પાણી ઉમેરો. એને હલાવતા જય ઉકાળો. કેસર પણ ઉમેરો..
- 7
સતત હલાવતા જય દોઢ તાર ની ચાશની બનાવો. હવે રંગ અને એલચી પાવડર ઉમેરો. અને દોઢ તારી ની ચાશની થઈ જય એટલે ગેસ બંધ કરી દો.
- 8
ઠંડા થયેલા લોટ ના મિશ્રણ મા આ ચાશની ઉમેરી દો. સતત હલાવતા જાઓ.
- 9
બરાબર હલાવતા જાઓ જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ના થઇ જાય.
- 10
મિશ્રણ ઘટ્ટ થઇ જશે એટલે લોટ ના જેમ ગોળો વળી જશે. હવે એક ઊંડી ડીશ મા ઘી લગાવી એમાં મોહનથાળ પાથરી લો. ઉપર બદામ ની કતરણ લગાવી દો. (કાજુ પિસ્તા ની પણ લગાવી શકાયઃ) કાપા પાડી લો. અને હવે એને 30 મિનિટ ઢાંકી ને મૂકી દો સેટ થવા.
- 11
સેટ થાય એટલે હળવે થી પીસ કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
-
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
-
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
માવા મોહનથાળ(mava no mohanthal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરશેફ2 બધા મોહનથાળ તો બનાવતા જ હશો પણ તેનાં માટે કરકરો લોટ લઈને બનાવવા છતાં ક્યારેક સરખો નથી બનતો એટલા માટે આજ હું તમને બધાંને આપણા ઘરમાં જે ચણાનો લોટ હોય છે તેમાંથી એકદમ કણી વાળો મોહનથાળ કેવી રીતે બનાવવો તે બતાવીશ Bhavisha Manvar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiસાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
-
-
સ્વીટ પીઝા
#goldenapron3#સ્વીટ #week6પીઝા એટલે ક્રિસ્પી બેઝ હોય ઉપર પિઝા સોસ અને મનગમતું ટોપિંગ બરાબર ને પણ કંઈક અલગ મળે તો ખાવાનું ની ખુબ મજા પડે આજે સ્વીટ પીઝા બનાવ્યાં છે ખુબ સરસ અને જાણીતા સ્વાદ માંથી.. Daxita Shah -
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે. Purvi Patel
More Recipes
ટિપ્પણીઓ (14)