લાપસી (કૂકરમાં બનાવેલ) (Lapsi In Cooker Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સામાન્ય રીતે શુભ પ્રસંગે કે સારા દિવસે મોં મીઠું કરવા માટે કંઈક ગળ્યું બનાવે છે અને આજે તો અખા ત્રીજ. અમારે ત્યાં આ દિવસે ઘ‌ઉંના ફાડાની લાપસી રાંધીએ છે. આ લાપસી કૂકરમાં બનાવેલ છે એટલે વાંરવાર હલાવવું કે ચોંટશે નહિ. તેમજ એકદમ દાણાદાર થશે.

લાપસી (કૂકરમાં બનાવેલ) (Lapsi In Cooker Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સામાન્ય રીતે શુભ પ્રસંગે કે સારા દિવસે મોં મીઠું કરવા માટે કંઈક ગળ્યું બનાવે છે અને આજે તો અખા ત્રીજ. અમારે ત્યાં આ દિવસે ઘ‌ઉંના ફાડાની લાપસી રાંધીએ છે. આ લાપસી કૂકરમાં બનાવેલ છે એટલે વાંરવાર હલાવવું કે ચોંટશે નહિ. તેમજ એકદમ દાણાદાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ થી ૬ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ/ ૧ નાનો બાઉલ ઘ‌ઉંના ફાડા
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૧૫૦ થી ૧૭૫ ગ્રામ ખાંડ
  4. 2આખી ઈલાયચી
  5. 4-5લવિંગ
  6. 1તજ
  7. 3-4મરી
  8. 2તમાલપત્ર
  9. 2બાદિયા
  10. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
  11. ટુકડાકાજુ
  12. કિશમિશ
  13. બદામ કતરણ
  14. 3નાના બાઉલ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘ‌ઉંના ફાડા અને બાકીની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે કૂકરમાં ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ,તજ,બાદિયા, મરી,આખી ઈલાયચી,અને તમાલપત્ર ઉમેરો બરાબર હલાવી લો. ૨ મિનિટ બાદ ઘ‌ઉંના ફાડા ઉમેરો બરાબર હલાવી લો. ૫ થી ૭ મિનિટ સુધી અથવા બદામી રંગ થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે ગરમ પાણી રેડી બરાબર હલાવી લો. હવે કાજુ ટુકડા અને બદામ કતરણ ઉમેરો બરાબર હલાવી કૂકરનુ ઢાંકણ ઢાંકી ૩ સીટી વગાડી લો ‌

  4. 4

    ઠંડુ થાય એટલે કૂકર ખોલીને જુઓ દાણા એકદમ છુટા થાય છે.હવે ખાંડ ઉમેરી હલાવો અને ૧૦ મિનિટ બાદ ફરી ઢાંકીને ૩ સીટી વગાડી લો.

  5. 5

    ઠંડુ થાય એટલે કૂકર ખોલીને જુઓ જરાપણ ચોંટશે નહિ.હવે કિશમિશ,બદામ કતરણ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes