સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાસમતી ચોખા
  2. 1 કપસ્વીટ કોર્ન
  3. 1/2 કપવટાણા
  4. 1/2 કપડુંગળી ઝીણી સમારેલી
  5. 10કડી લસણની
  6. 1 નંગતજ
  7. 4 નંગલવિંગ
  8. 1 નંગતમાલ પત્ર
  9. 5 નંગમીઠા લીમડાના પાન
  10. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  11. 1 ટીસ્પૂનહળદર
  12. 2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  13. 1 ટીસ્પૂનધાણાજીરૂ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1/2 કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈને બાફી લો અને મકાઈ ગરમ થઇ ગયા પછી તેના દાણા છુટા પાડી લો

  2. 2

    હવે એક કૂકરમાં તેલ લ્યો અને તેને ગરમ થવા દો

  3. 3

    તેલ ગરમ થઈ ગયા પછી તેમાં તજ લવિંગ તમાલપત્ર હિંગ લીલા મરચાં મીઠો લીમડો તેમજ લસણ નાખી સાંતળી લો બરાબર સંતાઈ ગયા પછી તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

  4. 4

    પછી થોડું પાણી નાખી તેમાં પહેલેથી બાફેલી મકાઈ અને વટાણા નાખો વટાણાને થોડા ચડવા દો

  5. 5

    હવે તેમાં ગરમ મસાલો હળદર ધાણાજીરૂ લાલ મરચું પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખો પછી તેમાં અડધા કલાક સુધી પલાળી રાખેલા બાસમતી ચોખા નાખો અને બરાબર હલાવી લો પછી ચોખા ડૂબી જાય તેટલું પાણી ભરો ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખો

  6. 6

    હવે 4 થી 5 સીટી થઈ ગયા પછી તેને પાંચ મિનિટ રેસ્ટ આપી કુકર ખોલો હવે સ્વીટ કોર્ન પુલાવ ને સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો તેને ઉપરથી ઝીણી સેવ તેમજ દાડમ વડે સર્વ કરી શકો તેમજ કડી જોડે તેને સર્વ કરી શકો તો તૈયાર છે સ્વીટ કોર્ન પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

Similar Recipes