કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.
#GA4 #Week8 #sweetcorn #pulao

કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)

પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.
#GA4 #Week8 #sweetcorn #pulao

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 કપપાલક
  2. 1/2 કપચોખા
  3. 2-3લીલા મરચાં
  4. 2 ટેબલસ્પૂનઘી
  5. 1/2 ટી સ્પૂનજીરું
  6. 4-5મરી
  7. 3-4લવિંગ
  8. 2ઈલાયચી
  9. 1મોટો ટુકડો તજ
  10. 4-5કાજુ ના ટુકડા
  11. 1ડુંગળી
  12. 1ટામેટું
  13. 1 કપસ્વીટ કોર્ન બાફેલા
  14. સ્વાદ મુજબમીઠું
  15. 1/2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  16. 1 ટી સ્પૂનબિરયાની મસાલા
  17. 1 ટેબલ સ્પૂનકોથમીર
  18. સર્વ કરવા માટે
  19. જરૂર મુજબ બૂંદી રાઈતું
  20. જરૂર મુજબ પાપડ
  21. ગાર્નિશીંગ માટે
  22. જરૂર મુજબ ટોમેટો ફ્લાવર
  23. જરૂર મુજબ ડુંગળી રીંગ્સ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈને અડધો કલાક માટે પલાળી દો. ત્યાં સુધી પાલક બીટી ને ધોઈને રાખો. ડુંગળી, ટામેટા કટ કરી લો. મેં અહીં frozen સ્વીટ કોર્ન લીધા છે જે already કુક થયેલા છે. ફ્રેશ લેતા હોવ તો કુક કરી લેવા. અડધા કલાક પછી ભાત ને ઉકળતા પાણી માં કૂક કરી ને ઓસાવી લો અને સાઇડ માં રાખી દો.

  2. 2

    પાલક ને ગરમ પાણી માં બાફી લેવી અને ઠંડા પાણી માંથી કાઢી લેવી જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 1 મિક્સર ના જાર માં લઈ તેમાં લીલાં મરચાં નાખી પેસ્ટ બનાવી લો. હવે 1 નોન સ્ટિક વાસણ માં ઘી ગરમ મૂકો. તેમાં જીરું અને બધા આખા મસાલા ઉમેરો. સુગંધ આવે એટલે તેમાં કાજુ નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી અને મીઠું નાખો અને સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં સ્વીટ કોર્ન, ધાણા જીરું અને બિરયાની મસાલા નાખો અને સરખું મિક્સ કરી લો.

  3. 3

    બધું સરખું મિક્સ થઈ જાય અને મસાલા ચડી જાય એટલે પાલક ની પેસ્ટ અને રાંધેલા ભાત નાખો અને સરખું મિક્સ કરી લો. ભાત નો દાણો તૂટે નહીં એ રીતે મિક્સ કરી લેવું. છેલ્લે કોથમીર નાખો. કોર્ન પાલક પુલાવ તૈયાર છે સર્વ કરવા માટે. ટોમેટો ફ્લાવર અને ડુંગળી ની રીંગ થી ગાર્નિશ કરી બૂંદી રાઈતા અને પાપડ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes