ચોકલેટ આઈસ્ક્રીમ (chocolate ice cream recipe in gujrati)

પદ્મિની પોટા
પદ્મિની પોટા @cook_22526254

ચોકલેટ આઈસ્ક્રીમ (chocolate ice cream recipe in gujrati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 500મિલી ફુલ ક્રીમ દૂધ
  2. 1 ટેબલ સ્પૂનકોર્નફ્લોર પાઉડર
  3. 1 ટેબલ સ્પૂનજી.એમ.એસ પાવડર
  4. 1/2 કપક્રીમ
  5. જરૂર મુજબ ખાંડ
  6. ચપટીસી. એમ. સી. પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  8. 1 ટી સ્પૂનચોકલેટ એસન્સ
  9. 1 ટેબલ સ્પૂનચોકોચીપર્સ

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ કાઢી તેમાં કોર્નફ્લોર, જી. એમ. એસ. અને સી. એમ. સી. પાઉડર અને ખાંડ નાખી ગરમ કરવા મુકવું

  2. 2

    દૂધ ગરમ કરતી વખતે એક વાત નું ધ્યાન રાખવું કે દૂધ સતત હલાવ્યા કરવું અને એક બે ઉભરા આવે એટલે ઉતારી લેવું અને પછી તેને થોડી વાર હલાવતા રહેવું

  3. 3

    હવે દૂધ સાવ ઠંડું પડી જાય પછી તેને ડીપ ફ્રીજમાં જામવા માટે મુકવું લગભગ આઠ થી દસ કલાક થશે જેને બેઝિક કહેવાય

  4. 4

    હવે આ બેઝિક ને બહાર કાઢી તેનાં નાનાં નાનાં ટુકડા કરી આઈસ્ક્રીમ ચર્નર મા નાખી ચર્નર ચાલુ કરવુ અને થોડું ક્રીમ જેવું થાય ત્યારે કોકો પાઉડર એસેન્સ અને ક્રીમ ઉમેરવા

  5. 5

    થોડીવાર એકદમ મસ્ત આઈસ્ક્રીમ બની ને તૈયાર થઈ જાય એટલે એક ડબ્બામાં કાઢી ઉપર ચોકોચીપ્સ ભભરાવી ડબ્બાને ડીપ ફ્રીજમાં મુકવો ચાર પાંચ કલાક માં આઈસ્ક્રીમ બની ને તૈયાર

  6. 6

    તૈયાર થયેલ આઈસ્ક્રીમ ને એક બાઉલમાં કાઢી તેની ઉપર રંગબેરંગી બૉલ ભભરાવો યમ્મી આઈસ્ક્રીમ

  7. 7

    આઈસ્ક્રીમ બનાવવા માટે નો કુલ સમય એક દિવસ થાય પરંતુ બેઝિક બનાવવા માટે એટલે કે રાંધવાનો સમય પંદર મિનિટ થાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પદ્મિની પોટા
પર

Similar Recipes